SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યભિષેક ૧૮૭ સ્નાન કરાવી આભૂષણોથી અલંકૃત કરી દિવ્ય અશ્વો પર બેસારી મંત્રીઓ સાથે રાજમંદિરમાં લઈ ગયે. એ ત્રણ કુમારમાં રાજ્યને લાયક કેણુ છે? એની સારી રીતે પરીક્ષા કરવા માટે મુખ્ય મંત્રીઓએ તેમને રાજ્યાસને બેસવાની આજ્ઞા કરી. તેઓમાંથી એક રાજકુમાર ઉમે થયે. વિનય પૂર્વક હાથ જોડી કૃષ્ણદેવ વિગેરે નમસ્કાર કરી તે સિંહાસન પર બેઠે. વિનયગુણ સંપન્ન અને પિતાના ભૂત્યને પણ હાથ જોડી નમન કરતે આ રાજકુમાર નિર્બળની માફક દુર્જય શત્રુઓને પોતાના તેજવડે કેવી રીતે વશ કરશે? જે રાજા સૂર્ય સમાન એજસ્વી હોય, તે ઉત્તમ ગણાય છે. માટે આ કુમાર નિર્બળ હોવાથી રાજ વૈભવને લાયક નથી. એમ વિચાર કરી મુખ્ય મંત્રીઓએ તેને સિંહાસન પરથી ઉઠાડી મૂકયે. કારણકે “ દૈવપ્રતિકુલ હોય ત્યારે ગુણ પણ દેષરૂપે પરિણમે છે. ત્યારબાદ મંત્રીઓના કહેવાથી બીજો રાજકુમાર રાજગાદીએ બેસવાની ઇરછાથી ઉભે થે. જેનાં વસ્ત્રો અંગે પાંગથી ચલિત થતાં હતાં. નેત્રેમાં અધીરતા દેખાતી હતી અને સંકુચિત અંગથી શૂન્યની માફક તે સિંહાસન પર બેઠો. એક પિતાનું અંગ પણ ઢાંકવાને આ શકિતમાન નથી, તો બલિષ્ઠ એવા સપ્તાંગ રાજ્યનું સંરક્ષણ કેવી રીતે કરશે? વળી એના હદયનું ઠેકાણું નથી. નેત્રની સ્થિરતા નથી માટે આમ્રવૃક્ષની મંજરીને કાગડાની જેમ આ કુમાર પણ રાજ્ય સંપત્તિને લાયક નથી. એમ વિચાર કરી સર્વ અધિકારીઓએ તકાળ તેને પણ સિંહાસનપરથી ઉઠાડી મૂક્યું અને - કુમારપાલને આજ્ઞા કરી કે, આપ રાજ્યાન બેસો. બંને ખભાપર વસ-ખેસ નાખેલી, મુખને રહેશે. અતિ પ્રફુલ, પ્રતાપમાં સૂર્યથી અધિક, ફાર અલંકારથી વિભૂષિત અને હસ્તમાં ખડગને કંપાવતા કુમારપાલ,
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy