________________
૧૫૮
કુમારપાળ ચરિત્ર
ક્ષુધાને લીધે કદાચિત્ તમે તે ખાઈ જાઓ અને તેમાંથી કઈ વિકાર થાય, તેવી બીકને લીધે મેં તે છાનું' રાખ્યું હતુ.
મારૂં મરણ થાય તેા કઇ હરકત નથી, પણ એનું મારે રક્ષણ કરવુ જોઇએ, કારણ કે જે કાલે રાજા થઈ પિતાની માફક પૃથ્વીનુ પાલન કરશે.
એમ વિચાર કરી તમે ઉધી ગયા એટલે તે કબક મે' ખાધા. તેથી તેને નિર્દોષ જાણી હાલમાં હું કહુ છું કે, તમને ભુખ લાગી હાય તે જમે.
કુમારપાલે વિચાર કર્યાં, અહેા! મારી ઉપર એને! આટલે બધા સ્નેહ છે. મે' તેા નીચની માફક કાંઈક બીજો વિચાર કર્યું, તેથી મને ધિક્કાર છે.
એ પ્રમાણે પેાતાને નિદ્યતેા કુમારપાલ કર'બક જમીને રામને વિષે કૃષ્ણની જેમ બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા. ત્યાંથી તેઓ આગળ
ચાલ્યા.
સ્થ’ભતીથ
એક દિવસ પરિભ્રમણ કરતા કુમારપાળ સ્તંભતીર્થ –ખભાત નગરમાં ગયા, ત્યાં હેમચંદ્રાચાર્યની પાસે નિમિત્ત પૂછવા માટે તે ગયા.
""
તે સમયે હેમચદ્રસૂરિએ સારી રીતે વાતચીત કરી, કારણ કે સંતપુરુષો ઉચિત સમયના જાણકાર હાય છે.”
કુમારપાલે મુનિની માફક વિનયપૂર્વક સૂરીશ્વરને પૂછ્યું. હે ભગવાન ! ભવિષ્યમાં પણ મને સુખ મળશે કે નહીં ? આચાર્ય મહારાજ કઇંક નિમિત્ત જોઈ અને અખાદેવીનુ વચન સ'ભારી તેને કહેતા હતા, તેવામાં ત્યાં ઉદયનમંત્રી આન્યા. તે મ'ત્રીને જણાવવા માટે સૂરિએ કુમારપાલને કહ્યું,
કેટલેક સમય ગયા બાદ તુ' પૃથ્વીના અધિપતિ થઈશ. નિઃશ્વાસ નાખી તેણે કહ્યું,
હૈ સૂરીદ્ર ! આપ શા માટે આવુ... મિથ્યા વચન ખેલે છે ! નિધનની માફક મને લેાજન પણ મળતુ નથી, તા રાજ્યની શી વાત ?