________________
રાજ્યભિષેક
૧૨૫
કુમારને જલદી અહીં મેકલે, એમ શુકને ઉપદેશ આપી મંત્રીએ વિદાય કર્યો.
શુકે પણ ત્યાં આવી કુમારને તે વૃત્તાંત નિવેદન કર્યું. રાજ્યાભિષેક
ત્યારબાદ અજા પુત્ર પ્રયાણ માટે તૈયાર થયે અને ગુટકાના પ્રગવડે ભાખંડ પક્ષિનું સ્વરૂપ ધારણ કર્યું.
ત્યાર પછી પોતાનાં બાલકની માફક સર્વે કુમારાદિકને પાંખેની અંદર ગોઠવી આકાશમાગે ઉડીને ક્ષણભાગમાં વિજ્યપુરમાં ગયો.
અહો ! “ઉત્કૃષ્ટ સિદ્ધિનો મહિમા અલૌકિક હોય છે.”
શત્રુઓને નાશ કેવી રીતે કરવો તે ઉપાય બતાવ્યો, જેથી રાજકુમાર સ્વસ્થ થયો.
પછી વિમળવાહન સહિત અજાપુર દરવાજા આગળ ગયે.
કુમારના આવવા પહેલાં જ મંત્રીએ દ્વારપાલને કહી રાખ્યું હતું, જેથી તેણે માર્ગ બતાવે એટલે તેઓ રાજમહેલમાં ગયા.
વિમલવાહન કુમારે અજાપુરાનું વૃત્તાંત કહ્યું. તે સાંભળી મંત્રી અજાપુરાને પિતાના પુર્વજથી પણ અધિક માનવા લાગ્યો. કારણ કે,
ઉપકારી પુરુષ કેને પ્રિય ન થાય?” પ્રભાતકાળમાં અજાપુત્રે વિમલવાહનને રાજ્યગાદીએ સ્થાપન કર્યો.
મંત્રીએ નગરમાં મહોત્સવ કરાવે. નવીન રાજા-ભૂપતિ ચંદ્રને ઉદય થવાથી આકાશની માફક તે રાજ્ય દીપવા લાગ્યું અને લેકે કુમુદવનની માફક પ્રફુલ્લ થયા.
વિમલવાહનના રાજ્યાભિષેકમાં જે વાત્રોના નાદ થયા. તેજ વરીઓના મરણાંતના પટહધ્વનિ થયા.
ત્યાર પછી અજપુત્રની સંમતિથી રાજાએ પોતાના દૂત મારફત શત્રુઓને કહેવરાવ્યું કે, સર્વ રાજાઓએ યુદ્ધમાં હાલ તૈયાર થવું.
વિશેષમાં તેણે અજાપુત્રને કહ્યું કે, પ્રથમ તમે જે પટ્ટહસ્તીને પુરુષ કર્યો છે, તે હાથી જે હાલમાં હોય તે ક્ષણમાત્રમાં સર્વ શત્રુએને હું નાશ ક.