________________
- ૧૦ હતા. કચ્છમાં ભદ્રેશ્વર સંવત ૧૧૯૫ના શિલાલેખ ઉપરથી કચ્છ પ્રાંત તેના તાબામાં હતા. એમ જણાય છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સિદ્ધરાજ જયસિંહે પિત પ્રાપ્ત રાજ્ય અણહિલવાડ પાટણને બહુ જ વિસ્તાર કર્યો. કેટલાક પ્રબલ રાજાઓને માંડલિક બનાવ્યા. ચૌલુક્ય વંશમાં મહા સમ્રાટોના બિરૂદ પ્રથમ જયસિંહને જ લગાડવામાં આવ્યા છે.
મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, અવંતીનાથ, ત્રિભુવનગંડ સિદ્ધચક્રવતી, બર્બ રજીષ્ણુ વિગેરે વિશેષણે તેના નામ સાથે જોડાયેલાં એમ લેખમાં મળી આવે છે. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ
કેટીગણ અને વજી શાખાવડે સુશોભિત ચંદ્રગચ્છમાં શુદ્ધ ચારિત્રધારી શ્રીદરસૂરિ થયા. જેમને વાણી વિલાસ બહુ જ રસિક હતા. તેમના શિષ્ય યશોભદ્રસૂરિ થયા. જ્ઞાનના અતિશયથી પિતાને મૃત્યુ સમય જાણી ગિરનાર પર્વતપર તેઓ ગયા. ત્યાં સમાધિ પૂર્વક તેમણે સ્વર્ગવાસ કર્યો.
તેમની પાટે વિશાળ બુદ્ધિમાન પ્રદ્યુમ્નસૂરિ થયા. પિતાના અભિધાનની ઈષ્યની જેમ તેમણે કામને પરાજય કર્યો હતો. તેમની ગુણત્રીને ધારણ કરનાર ગુણસેનસૂરિ થયા.
તેમના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા. જેમના ગુણ કીર્તનથી દેવતાઓ પણ વિરમતા નહતા. જેમના રચેલા ગ્રંથ સ્થાનાંગસૂત્ર વૃત્તિ, શ્રી શાંતિનાથ ચરિત્ર આદિ અનેક ગ્રંથે મૂર્તિમાન જ્ઞાનાશની માફક ખ્યાતિ ધરાવે છે.
તેમના જૈનશાસનપ્રભાવકશિષ્ય સકલશાસ્ત્રનિષ્ણાત શ્રી હેમચંદ્રાચાર્ય થયા. તેમને જન્મ ધંધુકા નગરમાં મોઢજ્ઞાતીય ચાચીગ શ્રેષ્ઠીને ત્યાં પાહિની માતાની કુક્ષિથી વિ. સં. ૧૧૪૫ ના કાર્તિક સુદી ૧૫ થયે હતે. તેમનું નામ ચંગદેવ હતું.
ખંભાત નગરમાં વિ. સં. ૧૫૪ માઘ શુકલ ચતુર્દશી શનિવારે શુભયોગમાં નવ વર્ષની ઉમરે ચંગદેવને દેવચંદ્રસૂરિએ દીક્ષા આપી હતી.
દીક્ષા સમયે ઉજજવળ બુદ્ધિ હોવાથી સેમચંદ્ર નામ રાખવામાં આવ્યું 'હતું. ઉદયનમંત્રીએ બહુ ઉત્સાહથી દીક્ષા મહોત્સવ કર્યો હતો.