SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ વસંત્સવ કૌતુકથી તેણે હા કહી. રાજાએ હુકમ કર્યો. હે સુભટો ! આ ચોરને મેષની માફક મારે. પછી અજાપુત્ર છે . હે દેવ! મારું એક વચન સાંભળે. જે પરવતુની ચેરી કરે, તેને માર એ આપને ન્યાય છે, પરંતુ બીજે પણ ચાર હેય તેને પણ જરૂર તમારે મારે, એ વાત પત્ર પર લખે. આ ઉપરથી અજાપુત્રનું કહેવું એમ હતું કે તમે પણ ચોર છે.” આવે એને અભિપ્રાય નહીં જાણવાથી રાજાએ રેષથી તે હકીક્ત પત્રમાં લખાવી. ત્યાર પછી અજાપુત્ર છે. હે રાજન ! આ ન્યાય આપને પાળ પડશે. રાજાએ તે વાત કબુલ કરી. પછી અજાપુત્ર છે. આપની પાસે બે વસ્ત્ર છે, તે મારા છે, તેથી તમે પણ ચોર છે, હે રાજન ! મારું કહેવું જે આ૫ અસત્ય માનતા હોય તે આ વ તમને કયાંથી મળ્યાં તેની પરંપરાની તમે તપાસ કરે. રાજાએ તે વસ્ત્ર આપનારને પૂછ્યું. આ વસ્ત્ર કોની છે? શ્રેષ્ઠીએ કહ્યું. આ વસ્ત્ર મને હજામે આપ્યાં હતા. હજામને પૂછવાથી જવાબમાં તેણે જણાવ્યું કે આ વસ્ત્ર અજાપુત્રનાં છે. આ વાત સાંભળી વિક્રમરાજાનું મુખ કંઈક ઉતરી ગયું અને તેણે અજા પુત્રને કહ્યું. અન્ય પુરુષના આપવાથી આ વસ્ત્ર મેં લીધાં, તેથી હું ચાર ન જ ગણાઉં. તે સાંભળી અજાપુત્ર પણ હાસ્ય કરી છે. જે આપનું સમજવું એ પ્રમાણે હેય, તે હું પણ શેર ન જ ગણાઉં, કારણ કે મને આ હાર બીજાએ આપેલ છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy