________________
૧૧૫
વિકમરાજ
-
~ વિક્રમરાજા
હવે પિતાની પાસે જે હાર હતું, તે તેણે સંરક્ષણ માટે શેઠને મૂકવા આવે અને જે ચૂર્ણ હતું, તે કપિ પુરુષને આપ્યું. ત્યાર પછી અજાપુત્ર નખ ઉતરાવવા માટે હજામના ઘેર ગયે. તેના ઘેરથી નકળતાં અજાપુત્રના કટપ્રદેશથી બંને દિવ્ય વસ દેવગે પડી ગયાં. તે વસ્ત્રો હજામે લાંબા હાથે લઈ લીધાં.
બહુ સુકમલ હેવાથી તેણે જાણ્યું કે, આ દેવલોકનાં વસ્ત્ર છે. તેથી એની કિંમત વધારે હશે, એમ ધારી તેણે શેઠને ત્યાં વેચી દીધાં.
શેઠે જાણ્યું કે, આ દિવ્ય વસ્ત્ર રાજાને લાયક છે. એમ સમજી તેણે પિતાની નગરીને અધિપતિ વિકમરાજા હતા, તેને ભેટમાં આપ્યા.
, તે અરસામાં ક્ષીણ થયેલા કામદેવનું બળ વધારવા માટે ઉત્તમ પ્રકારનું રસાયન હોય તેમ વસંતઋતુ પ્રગટ થઈ.
બાલપલના સમૂહથી રક્ત થયેલી વનભૂમિ વસંત રૂપ પિતાના પતિ પ્રત્યે રાગને પ્રગટ કરતી હોય તેમ દેખાવા લાગી.
મકરંદ-રસના પાનથી ઉન્મત્ત થયેલા અને ગુંજારવ કરતા ભ્રમરાઓ જાણે ઋતુ રાજાની બિરૂદાવલી બોલતા માગધ હોય ને શું? તેમ શોભતા હતા.
વિયેગી સ્ત્રીના હદયમાં રહેલા વિરહાગ્નિને પ્રદીપ્ત કરવા જેમ મલયાચલને વાયુ વિશેષ વાવા લાગે.
અતુરૂપી પતિનું આગમન થયે છતે ચંચલ પત્રોવડે નૃત્ય કરતી,
પુવડે હાસ્ય કરતી અને ભ્રમરાઓના ગુંજારવવડે સંગીત કરતી હોય તેમ વનભૂમિ સ્ફરવા લાગી.
ચારે તરફના વનપ્રદેશ પુપિથી દીપવા લાગ્યા. ભ્રમરાઓ મદોન્મત્ત થઈ ગુંજારવ કરવા લાગ્યા. કોકિલા મહર નાદ કરવા લાગી. સુગંધમય પવનને પ્રસાર થવા લાગ્યા.