SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કુમારપાળ ચરિત્ર અજાપુત્ર સ’કૅટમાં વ્યંતરની સહાય વિના સાવરના જળમાં પડચા કે તરત જ અજાપુત્રને કોઈક મગરે પકડયા; અને કટી સુધી ગળી ગયા. તેટલામાં તે સરાવરજળના પ્રભાવથી અજાપુત્રનુ અધું અંગ વાઘનુ' થઈ ગયુ. તેથી મગર પણ તેને ગળી શકયેા નહી'. તેમજ અજાપુત્રની કમર ઉપર રહેલા ચૂર્ણ'ના સ્પ વાળા પાણીના મુખમાં પ્રવેશ થવાથી તે મગર પણ મનુષ્ય થઇ ગયા. હવે અધુ અંગ વાઘનુ અને અર્ધું અંગ મનુષ્યનુ ધારણ કરતા અજાપુત્ર અચેતન થઇ ગયા. પછી તરંગાની લહેરથી તે કીનારા પર આવી પડી.. અહે। ! દેવની વિચિત્ર ગતિ છે. મનુષ્ય માત્ર પેાતાના હૃદયમાં કાંઈક અન્ય ચિંતવે છે, ત્યારે દૈવ કંઇક અન્ય પ્રગટ કરે છે, કારણ કે અજાપુત્ર રાજાને માટે જતા હતા, ત્યારે તે પોતે જ સ'કટમાં આવી પડયા. અરે ! બુદ્ધિમાન અને સમથ` પણ માણસ શું કરે ? હુંમેશાં કારણ વિના પણ જેનુ' દૈવ વૈર શેાધ્યા કરે છે. મિત્ર મિલન તેવામાં ત્યાં દૈવ ઇચ્છાથી સર્વાંગસુંદરીની દાસીઓ–ત્ર્ય તરીએ ભૂતલમાંથી રમવા માટે આવી. કીનારે પડેલા અજાપુત્ર તેમના જોવામાં આવ્યેા. નરસિંહની માફક મનુષ્ય અને સિંહનુ વિચિત્ર સ્વરૂપ આ અહીં કયાંથી ? એમ ચકિત થયેલી તે યંતરીએ તેને ઉપાડી પેાતાની સ્વામિનીની પાસે લઈ ગઈ. ત્યાં રહેલા દુય રાજા આ અદ્ભુત સ્વરૂપ જોઈ આશ્ચય પામ્યા કે આ શું? પછી તેના હૃદયમાં ચડિકાનુ' વચન યાદ આવ્યું. હું જ્યારે શિરચ્છેદ કરતા હતા, ત્યારે દેવીએ મને કહ્યું હતુ. છ માસ પછી માનવ અને વાઘ સ્વરૂપમય તારા મિત્રને તને સમાગમ થશે, એમ સ્મરણ થયા બાદ તે ભૂપતિએ દેવીએ આપેલા ઔષધ રસનું સિ ંચન કર્યુ.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy