________________
કુમારપાળ ચરિત્ર સજજનની મૈત્રી બુદ્ધિને વિસ્તાર છે. કલેશને નાશ કરે છે. દૂષણને નિવારે છે. અનેક ગુણેને પ્રગટ કરે છે. સુખ આપે છે. હૃદયને પ્રસન્ન કરે છે. કીર્તિને પલ્લવિત કરે છે. ધર્મને વધારે છે. લક્ષમીને પ્રસારે છે. એટલું જ નહીં પણ કામધેનુની માફક ચિંતિત વસ્તુની પ્રાપ્તિ કરે છે.”
એ પ્રમાણે અજાપુત્રનું વચન માન્ય કરી ભૂપતિએ મૈત્રી કબુલ કરી. ત્યાર પછી તેણે પિતાના બંધુની માફક નેહાદ્ર હૃદયથી નવીન નવીને દિવ્ય ભેગાવડે તેને પ્રસન્ન કર્યો. માયાવી હાથી
ત્યારબાદ પ્રમુદિત થયેલે તે અજાપુત્ર સિદ્ધની માફક અદ્ભુત પ્રકારનું પિતાનું કલાકૌશલ્ય ત્યાં રહીને રાજાને બતાવવા લાગે. એમ કરતાં ત્યાં તેણે કેટલેક સમય વ્યતીત કર્યો.
ત્યાર પછી તેણે વાઘ બનાવનાર તે સરોવરનું પાણી જેવા માટે રાજાને પ્રાર્થના કરી, એટલે દુર્જયરાજા અજાપુત્રને સાથે લઈ નગરમાંથી બહાર નીકળે.
કવિના મુખમાંથી જેમ કલેક અને ધનુષ માંથી જેમ બાણ તેમ બહુ વેગથી ઘોડેસ્વારે તેની પાછળ નીકળ્યા. જેથી ઘણી ભૂમિ છવાઈ ગઈ અને ચાલતા ચાલતા તેઓ વનની અંદર ગયા.
ત્યાં સમુદ્રની માફક સવચ્છ જળથી ભરેલે તે સરેવર પિતાને મિત્રને રાજાએ બતાવ્યો.
તે સરોવર બહુ ગંભીર છે. છતાં પણ સચેતન હેયને શું ? કુહકાગ્રહ અથવા ખરાબ મગરાદિક પ્રાણીઓથી વ્યાપ્ત,
મુનિની માફક વ્રત-ગળાકાર છતાં પણ કુશાસન-ખરાબ પ્રવૃત્તિ અથવા ખરાબ દર્માદિકથી ઘેરાયેલ,
સ્વચ્છ જળથી ભરેલે પણ નીલકમલેમાં બેઠેલા ભમરાઓની કાંતિને લીધે અથવા અંદર પ્રતિબિંબિત થયેલા આકાશના સંક્રમણથી જેમ શ્યામ કાંતિને ધારણ કરતો,