________________
૯૩
અજાપુત્ર
તેમજ તે નગરીમાં સાક્ષાત્ શંકર સમાન મહાપરાક્રમી ચંદ્રાપીડ નામે રાજા રાજ્ય કરતા હતા. પરંતુ તે ખીલકુલ શાંત પ્રકૃતિના હતા.
વળી તે રાજા પૃથ્વીને જીતવા માટે જ્યારે નીકળ્યા, ત્યારે જલ અને ઘાસના સવ ઠેકાણે અભાવ થઈ ગયે.. કારણકે બહુ બલિષ્ઠ રસૈન્યના ચાલવાદી ઉડેલી ધૂળવડે સરોવર વિગેરેમાં રહેલાં પાણી ઢંકાઈ ગયાં અને ઘરની અંદર રહેલા શત્રુઓએ પેાતાના રક્ષણ માટે દાંતની અંદર ઘાસ લીધાં જેથી બ ંનેના દુષ્કાલ થયા.
તે નગરીમાં ધર્મોપાધ્યાય નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે વિપ્ર કલાનિધિ-કલાઓના ખજાને હતા, પરંતુ તે કુર ંગ-શાકમૃગને તામે રહેતા નહી.
બહુ પ્રેમાળુ અને આનંદપાત્ર ગંગા નામે તેની સ્ત્રી હતી. જેની અંદર પવિત્રતા અને રસવત્તા એ ગુણ્ણા મુખ્ય હતા.
ખંને સ્ત્રી પુરુષ હુંમેશાં ઇચ્છા મુજબ સંસાર સુખ ભેગવતાં હતાં. તેવામાં તેમને એક પુત્ર જન્મ્યા.
તેના શરીરની કાંતિ બહુ જ રમણીય હતી, તેના જન્મ સમયે પાંચ ગ્રહેા ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, તેથી ધમેમાંપાધ્યાયે તેનુ જન્મ લગ્ન જોઈ વિચાર કર્યાં કે,
આ મારા પુત્ર આવા ઉત્તમ લગ્નના પ્રસાવથી રાજ્ય પ્રાપ્ત કરશે. તે મદોન્મત્ત બની બ્રહ્મ કર્મોથી ભ્રષ્ટ થશે. એને ઉપવીત સંસ્કાર થવાના નથી, સાંગવેદાદિકનું તે અધ્યયન પણ કરવાના નથી, યજ્ઞાદિક ક્રિયાકાંડ પણ તેના હાથે થવાના નથી અને વિવેક બુદ્ધિ પણ તેનામાં રહેવી મુશ્કેલ છે.
સ્વાભાવિક પ્રવર્તતા પાપથી તેમજ બહું આરંભ વિગેરેના પાપથી આ મારા પુત્ર નરક સ્થાનમાં જશે, એ બહુ ખેદની વાત છે. હવે શું કરવું ? વળી આ પુત્ર જ કેવળ નરકમાં જશે, એટલુ જ નહી પણ એના સવ શોની પણ નરક સિવાય અન્યગતિ નથી. અરે ! આ દુષ્ટ દેવને ધિક્કાર છે.