________________
પ૯
મણિર્ડ વિદ્યાધર
તેમજ કેઈક જ્ઞાની પુરૂષે જ બહુ મળથી ભરેલા, ક્ષણમાત્રમાં નાશવાન, માત્ર આ લોકમાં રહેનાર, અધમ સ્થિતિવાળા, પરાધીન અને હંમેશાં વર વધારનાર આ શરીરવડે
શુદ્ધ, થિર, સાથે રહેનાર, અતિશ્રેષ્ઠ, પિતાને સ્વાધીન અને સુખદાયક સુકૃતને ગ્રહણ કરે છે.
આ લોકમાં કીર્તિમય અને પરલોકમાં ધર્મમય શરીર ઉપર સજજનેની શ્રદ્ધા હોય છે, પણ ક્ષણભંગુર આ શરીર પર આસ્થા હેતી નથી,
કેઈ માણસ વેપારમાં હારી જાય છે. વળી કઈક લાભ પણ મેળવે છે, પરંતુ સ્ત્રી અથવા પુરૂષને જીવન આશા તે સરખી જ હોય છે. | માટે તું સમજીને આ તારૂ પક્શ મને આપે. જેથી મસ્તકને છેદ કરી હું તને અર્પણ કરૂં.
આ સ્ત્રી ઘણી કાલ જીવતી રહે અને તારી વિદ્યા પણ સિદ્ધ થાઓ.
એ પ્રમાણે રાજાએ ઘણું કહ્યું છતાં પણ મણિચૂડે તેને ખડ્ઝ આપ્યું નહી, એટલે રાજાએ વિઘાઘરની ઈરછા નહોતી પણ બહુ આગ્રહ કરી તેની પાસેથી તરવાર લઈ લીધી.
રાજાનું શરીર બહુ ગૌર હતું અને હાથમાં તરવાર આવવાથી ભુજંગથી વીંટાએલા ચંદન દ્વમની માફક તે દીપવા લાગ્યા,
પછી મુખની આકૃતિ પ્રફુલ્લ અને કંઈક હાસ્યથી સુશોભિત દેખાતી હતી, એવા રાજાએ પિતાના હસ્તવડે સુથાર કાષ્ઠ પર જેમ કુઠાર ચલાવે તેમ સ્કંધ–ડોક પર તરવાર ચલાવી.
તે સમયે પરસ્પર મિત્રની માફક રાજાને સ્કંધ તરવારને સ્પર્શ થવાથી મૂર્તિમાન હર્ષ જેમ રેમાંચિત થઈ ગયે.