________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૩૬-૧૩૭-૧૩૮
૭૩ વચનોને અનુસરે છે ત્યારે વિકારોત ક્ષોભ સ્વભાવને ધારણ કરે છે અને મનીષીનાં વચનો સાંભળે છે ત્યારે વિકારોની અસારતા તેને જણાય છે તેથી સ્વસ્થતાના સામ્યને તે ધારણ કરે છે. II૧૩ના શ્લોક :
माताऽथ बालस्य तनौ प्रविष्टा, स्वयोगशक्त्या सुखकारणाय । स्फुटत्रिदोषः स निसर्गदुष्टो,
बभूव दुष्टद्वयसंक्रमेण ।।१३७।। શ્લોકાર્ય :
હવે બાલની માતાએ સ્વયોગશક્તિથી સુખના કારણ માટે શરીરમાં પ્રવેશ કર્યો=બાલના શરીરમાં પ્રવેશ કર્યો. નિસર્ગથી દુષ્ટ એવો તે=બાલ, દુષ્ટઢયના સંક્રમણથી-દુષ્ટકમરૂપ તેની માતા અને સ્ત્રીઓના કોમળ
સ્પર્શની ઈચ્છારૂપ દુષ્ટઢયના સંક્રમણથી, સ્પષ્ટ ત્રણ દોષવાળો મન, વચન, કાયાના ત્રણ દોષવાળો થયો.
બાળના શરીરમાં જ્યારે કામનો વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે ક્લિષ્ટ કર્મોવાળો તે હોવાથી નિસર્ગથી તે દુષ્ટ હતો. અને ક્લિષ્ટ કર્મો વિપાકમાં આવ્યાં ત્યારે કોમળ સ્પર્શની ઇચ્છાઓ અને સ્ત્રીઓના સ્પર્શની ઇચ્છાઓ તેના ચિત્તમાં ઉદ્ભવે છે તેથી કાયાથી જ તેવી પ્રવૃત્તિ કરે છે, મનથી તેવા જ વિચારો કરે છે, વચનથી તે કામને અનુકૂળ વાર્તાલાપો કરે છે તેથી વિકારોથી આક્રાંત બાળ બને છે. II૧૩૭ll શ્લોક :
असौ ततः कामयते कुविन्दमातङ्गनारीरपि मुक्तलज्जः । उपेक्षमाणेन जनापवाद, त्यक्तं न तेनात्र किमप्यकृत्यम् ।।१३८ ।।