________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
બોધ થયો. સિદ્ધ અવસ્થાના પારમાર્થિક સ્વરૂપનો બોધ થયો. સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું પ્રબલ કારણ પ્રવ્રજ્યા છે તેવો તત્ત્વસ્પર્શી બોધ થયો. તેથી પ્રવ્રજ્યાને ગ્રહણ કરીને અસંશ્લેષભાવની વૃદ્ધિ કરી શકે તેવો બોધ થવાને કારણે આત્માનું અજ્ઞાન તેઓના ચારેમાંથી નાશ પામ્યું. અને આર્જવ પરિણામરૂપ શુક્લ બાળક તેઓમાં પ્રવેશ પામ્યું. તેથી સદા આર્જવભાવથી સંયમની વૃદ્ધિ માટે યત્ન કરનારા થયા. અને વ્યંતરયુગલને ચારિત્ર પ્રત્યેનો બદ્ધરાગ થયેલો હોવાથી આ ચારેય ધન્ય છે, પોતે અધન્ય છે જેથી સંયમ ગ્રહણ કરી શકતા નથી, એ પ્રકારનો અધ્યવસાય થયો. ૧૩૧/
ܘܘ
શ્લોક ઃ
गुरून् मुनींश्च प्रणिपत्य तुष्टी, सम्यक्त्वमात्रादथ दम्पती तौ । स्थानं गतौ स्वं वपुषोः प्रविष्टा, तयोस्तदानीं खलु भोगतृष्णा ।। १३२ ।।
શ્લોકાર્થ ઃ
હવે ગુરુઓને અને મુનિઓને નમસ્કાર કરીને સમ્યક્ત્વમાત્રથી તે દંપતી તુષ્ટ થયું=વ્યંતરયુગલ તુષ્ટ થયું. સ્વસ્થાનમાં ગયું. ત્યારે તે બંનેના શરીરમાં ભોગતૃષ્ણાએ પ્રવેશ કર્યો. ।।૧૩૨||
શ્લોક ઃ
परं न दोषस्य विवृद्धयेऽभूत्, तच्चेतसोर्दर्शनशुद्धिभाजो: । पूर्वप्रवृत्ताऽपि कृतौषधस्य,
रुजेव पथ्यान्नभुजः शरीरे । । १३३ ।।
શ્લોકાર્થ ઃ
પરંતુ જેમ કરેલા ઔષધવાળા પથ્ય અન્ન ભોગવનારા જીવના શરીરમાં રોગની વૃદ્ધિ થાય નહીં. તેમ દર્શનશુદ્ધિવાળાં તેઓના ચિત્તમાં પૂર્વ