________________
૪૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ मनीषिणस्त्वस्वरसां निशम्य, हीणस्तदानीमुपचारवाचम् ।।११।। શ્લોકાર્ચ -
તારા વડે=સ્પર્શન વડે, મને સ્વર્ગ બતાવાયું, એ પ્રમાણે બાલની વાણીથી તે સ્પર્શન, પ્રમોદને પામ્યો, વળી, ત્યારે મનીષીની અવરસવાળી ઉપચારવાણીને સાંભળીને લજા પામ્યો. II૯૧II. શ્લોક :
निशम्य बालस्य तुतोष माता, विजृम्भितं स्पर्शनयोगशक्तेः । मनीषिणः खेदमियाय किन्तु,
माध्यस्थ्यमालक्ष्य शुशोच नोच्चैः ।।१२।। શ્લોકાર્ચ -
પર્શનની યોગશક્તિનું વિલસિત સાંભળીને બાલની માતા તોષ પામી, પરંતુ મનીષીની માતા ખેદને પામી, માધ્યસ્થને જોઈને અત્યંત શોક કર્યો નહીં.
બાલની માતા અશુભકર્મોની માલા છે અને સ્પર્શનને વશ થયેલા બાલને જોઈને તે અશુભકર્મોની હારમાળા અત્યંત વૃદ્ધિ પામી. મનીષીની માતા શુભની લક્ષ્મી છે. મનીષીના ચિત્તમાં સ્પર્શનનો કંઈક વિકાર જોઈને કંઈક પુણ્યપ્રકૃતિ ક્ષીણ થાય છે, કંઈક પાપપ્રકૃતિ બંધાય છે એથી તે શુભકર્મો કંઈક ખેદ પામે છે. તોપણ મનીષી ભોગમાં ગાઢ સંશ્લેષવાળો નથી, પરંતુ ભોગથી પર અવસ્થા સારરૂપે જુએ છે તે જોઈને અત્યંત શુભકર્મો ક્ષીણ થતાં નથી. તે તેની માતાનો કંઈક શોક છે, અત્યંત શોક નથી. શા શ્લોક -
श्रुत्वाऽथ बाले कुपितः परस्मिंस्तुष्टश्च तत् कर्मविलासराजः ।