________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
યુદ્ધ કરવા માટે મહામોહના આશીર્વાદ લઈને રાગકેસરી નીકળે છે આથી જ જે જીવો યોગમાર્ગમાં તત્પર થયેલા છે, સંતોષ દ્વારા મોક્ષપથમાં પ્રસ્થાન કરાવાયા છે તેઓને પછાડવા અર્થે રાગકેસરી મહામોહના આશીર્વાદનું અવલંબન લઈને નીકળે છે અને તે મહામોહ કેવા સ્વરૂપવાળો છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. II૮૦-૮૧૫
૪૨
શ્લોક ઃ
पृष्टं शरीरे कुशलं नतेन, प्रोक्ता च तेन प्रकृतप्रवृत्तिः । जग महामोहनृपोऽथ युक्तो, ममैव वृद्धस्य रणाभियोगः ||८२ ।।
।।૮૨૫૫
શ્લોકાર્થ ઃ
નમેલા એવા રાગકેસરી વડે શરીર વિષય=મહામોહના શરીર વિષયક, કુશલ પુછાયું અને તેના વડે=રાગકેસરી વડે, પ્રકૃતપ્રવૃત્તિ કહેવાઈ=સંતોષને જીતવા માટે અમે જઈએ છીએ એ પ્રકારની પ્રકૃતપ્રવૃત્તિ કહેવાઈ. હવે મહામોહ રાજા બોલ્યો. વૃદ્ધ એવા મને જ રણનો અભિયોગ=યુદ્ધની પ્રવૃત્તિ, યુક્ત છે. II૮૨ા
શ્લોક ઃ
यशः प्रवाहेन रणे हि धीराः, प्रक्षालिताशक्तिकलङ्कपङ्काः । दीप्तिं परां यान्ति धनुर्भृतस्तत्, प्रस्थानमस्थानसुखं ममेदम् ||८३ ।। इदं महामोहनृपोऽभिधाय, रागादियुक्तश्चलितो रणाय । कोलाहलोऽयं तदिति प्रतीहि, गच्छाम्यहं चाग्रबले नियुक्तः ।।८४ ।।