________________
૩૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૩-૬૪ શ્લોક :
तेनापि मैत्र्यं प्रतिपन्नमस्य, विचिन्तयामास पुनर्मनीषी । सदागमस्त्याजयितुं यतेत,
हातुं न मित्रं सहजं सुधीश्च ।।६३।। શ્લોકાર્ચ -
તેના વડે પણ સ્પર્શન વડે પણ, આનું બાળનું, મિત્રપણું સ્વીકારાયું. વળી, મનીષીએ વિચાર્યું. સદાગમ સહજ મિત્રને ત્યાગ કરાવવા યત્ન કરે નહીં અને સદાગમ સુંદર બુદ્ધિવાળો છે. ll૧૩ શ્લોક :
तत्स्पर्शनोऽयं ननु कूटभाषी, बालेन बालोचितमेव तेने । ध्यात्वैवमेतेन दधौ स मैत्री
माभासमात्रान तु चित्तभावात् ।।६४।। શ્લોકાર્ચ -
તે કારણથી ખરેખર આ સ્પર્શન કૂટભાષી છે. બાલ વડે બાલઉચિત જ કરાયું. આ પ્રમાણે વિચારીને આની સાથે સ્પર્શનની સાથે, તેણે= મનીષીએ, આભાસ માત્રથી મૈત્રી ધારણ કરી પરંતુ ચિતના ભાવથી નહીં.
મનીષી પદાર્થને જોવામાં બુદ્ધિમાન છે તેથી સ્પર્શનેન્દ્રિય સુખનું કારણ છે પરમ મિત્ર છે તેવું તેને જણાતું નથી. પરંતુ બાળ જીવોને સ્પર્શન સુખનું કારણ જણાય છે તેમ વિચારીને મનીષી સ્પર્શન સાથે પોતાને સંબંધ હોવાથી માત્ર બહિચ્છયાથી તેને અનુકૂળ કંઈક આચરે છે પરંતુ મનીષીનું ચિત્ત સદાગમના વચનમાં જ પ્રવર્તે છે. II