________________
૨૬
શ્લોક ઃ
उक्तं मया वर्णय तं ममापि,
श्रवःसुधापारणमार्यवर्य । इतीरितः स्पर्शनदुर्जनस्य, दोषप्रबन्धं विदुरो बभाषे ।। ५३ ।।
શ્લોકાર્થ ઃ
મારા વડે=નંદીવર્ધન વડે કહેવાયું. હે આર્યવર્ય ! મને પણ કાનના સુધાના પારણવાળા તેને=સંભળાયેલ દુર્જનસંગના દોષને, વર્ણન કર એ પ્રમાણે કહેવાયેલ વિદુર સ્પર્શનરૂપ દુર્જનના દોષપ્રબંધને બોલ્યો. II૫૩।।
શ્લોક ઃ
क्षितिप्रतिष्ठे नगरेऽत्र कर्म
विलासराजोऽस्ति महाप्रतापः । उभे महिष्यो पुनरस्य मुख्ये, एका शुभश्रीरशुभालिरन्या । । ५४ ।।
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્થ :
અહીં=સંસારમાં, ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં=પૃથ્વીમાં પ્રતિષ્ઠિત એવા ભવરૂપી નગરમાં, કર્મવિલાસ નામનો મહાપ્રતાપી રાજા છે. વળી, આને મુખ્ય બે મહિષીઓ છે એક શુભશ્રી અને અન્ય અશુભઆલિ.
સંસારમાં જીવો ઉપર સામ્રાજ્ય ચલાવનાર કર્મવિલાસ છે તેમાં શુભકર્મોવાળા જીવોમાં શુભશ્રીરૂપ પરિણતિ છે. અને અશુભકર્મોવાળા જીવોમાં અશુભની હારમાળા જેવાં કર્મો છે. II૫૪॥
શ્લોક ઃ
तदङ्गजौ द्वौ च मनीषिबालौ, जाती कुमारी प्रविलेसतुस्तौ ।