SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ આર્યપુત્ર ! હમણાં તું સિદ્ધાર્થપુરમાં જા, તારો મિત્ર પુણ્યોદય પ્રગટ કરાયો છે. શ્લોક-૭૫૧માં કહ્યું તેવા મધ્યમ ગુણવાળો સંસારી જીવ થયો તેથી તેના ગુણના સમૂહને જોઈને તેનું હિત ક૨વાને સન્મુખ પરિણામવાળી ભવિતવ્યતા થઈ અને સુંદર ફલને આપે એવી પ્રસન્ન આશયવાળી થઈ–તે વખતે મધ્યમગુણ પરિણતિને કારણે તે જીવને સુંદર ફળ મળે તેવી તે જીવની ભવિતવ્યતારૂપ પરિણતિ થઈ. તેથી તે જીવને ઉત્તરના ભવમાં સુંદર યશ અને લક્ષ્મી મળે, સુખ મળે તેવા આશયવાળી તેની ભવિતવ્યતાએ તેને તે પ્રકારનો આયુષ્યબંધ કરાવ્યો જેથી પુણ્યોદય સહિત સિદ્ધાર્થપુરમાં રાજપુત્ર તરીકે જન્મે છે. II૭૫૨ા શ્લોક ઃ इति परिणतिं हिंसावैश्वानरप्रसरोद्भवां, पटुतरमतिः श्रुत्वा दुष्टत्वगिन्द्रियजामपि । विहितविषयप्रत्याहारः स्थिरोपशमक्षमो, भवति भुवि यः प्राप्स्यत्युच्चैः स एव यशः श्रियम् ।।७५३।। इति श्रीवैराग्यकल्पलतायां चतुर्थः स्तबकः समाप्तः ।। શ્લોકાર્થ : હિંસા-વૈશ્વાનરના પ્રસરથી ઉદ્ભવ થનારી, દુષ્ટ સ્પર્શનેન્દ્રિયથી થનારી પણ આવા પ્રકારની પરિણતિને=પ્રસ્તુત સ્તંબકમાં બતાવી એવા પ્રકારની પરિણતિને, સાંભળીને=પ્રસ્તુત સ્તંબના શ્રવણથી સાંભળીને, પટુતર મતિવાળો=પ્રસ્તુત સ્તબકના હાર્દને સ્પર્શે તેવી નિર્મળ મતિવાળો, કર્યો છે વિષયનો પ્રત્યાહાર જેણે એવો સ્થિર ઉપશમમાં સમર્થ, જે જગતમાં થાય છે તે જ અત્યંત યશરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરશે= સદ્ગતિઓની પરંપરારૂપ યશરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરશે. II૭૫૩II ચતુર્થ સ્તબક સમાપ્ત અનુસંધાન ઃ વૈરાગ્યકલ્પલતા ભાગ-૪
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy