SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૭૪૭–૭૪૮-૭૪૯ ૨૮૯ હોય તે જ પ્રશંસાપાત્ર છે. તેને છોડીને જેઓ હિંસા-વૈશ્વાનર દ્વારા નંદીવર્ધનની જેમ નિબિડ જડ બુદ્ધિવાળા છે તોપણ પુણ્યના સહકારથી તેઓ સફળ થતા હોય ત્યારે તેઓનું સંસ્તવન કરે છે તેઓ લોકમાં અત્યંત હાસ્યાસ્પદ છે; કેમ કે કામધેનુ જેવી દયા અને કામકુંભ જેવો શાંતભાવ છોડીને તે ભાવોના નાશનું કારણ બને તેવા કઠોર અને હિંસકભાવ જેવા ખરાબભાવને પોતાના હૈયામાં લાવીને તે જીવો વિવેકી પુરુષો માટે હાસ્યાસ્પદ બને છે. l૭૪ળા શ્લોક : स वह्निरन्यो गलितप्रतापः, स्थले प्रविध्यायति पिच्छले यः । अयं तु वैश्वानरनामधेयः, स्निग्धेऽपि रूक्षेऽपि समप्रवृत्तिः ।।७४८।। શ્લોકાર્ચ - પિચ્છલ સ્થલમાં જે અગ્નિ બુઝાઈ જાય છે ગલિત પ્રતાપવાળો તે અગ્નિ અન્ય છે, વળી, વૈશ્વાનર નામવાળો આ અગ્નિ, સ્નિગ્ધમાં પણ અને રૂક્ષમાં પણ સમપ્રવૃત્તિવાળો છે. સંસારમાં જે અગ્નિ સળગે છે તે અગ્નિ ચીકણા સ્થળમાં બુઝાઈ જાય છે તેથી અગ્નિનું તેજ તેવાં સ્થાનોને પ્રાપ્ત કરીને ગલિત થાય છે તેથી બાહ્ય અગ્નિ અંતરંગ અગ્નિ કરતાં અન્ય પ્રકારનો છે. વળી, વૈશ્વાનર નામનો અંતરંગ અગ્નિ તો પોતાના શત્રુ જેવા રુક્ષ પ્રત્યે અને પોતાના સ્નિગ્ધ એવા સ્નેહીઓ પ્રત્યે સમાનવૃત્તિવાળા છે આથી નંદીવર્ધનનો અગ્નિ યુદ્ધમાં શત્રુ પ્રત્યે પણ પ્રજવલિત થતો હતો અને તેના પ્રત્યે સ્નિગ્ધ એવાં માતા-પિતા આદિ પ્રત્યે પણ પ્રજ્વલિત થતો હતો. Il૭૪૮ાા શ્લોક : हहा न वैश्वानरहिंसयोर्गतिं, विदन्त्यपि स्वानुभवाश्रितां जनाः ।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy