SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૬૬૮-૬૯, ૭૦-૭૧ ૨૬૧ અનુરૂપ લોકસ્થિતિથી પ્રેરાઈને અને નંદીવર્ધનનાં બંધાયેલાં કર્મોની આજ્ઞાથી પ્રેરાઈને નંદીવર્ધન તે તે ભવોમાં જાય છે અને ત્યારપછી નંદીવર્ધનની પોતાની ભવિતવ્યતારૂપ જે પરિણતિ છે તેની ઇચ્છાના વશથી તે તે સ્થાનોમાં નંદીવર્ધન ધારણ કરાય છે. તેથી એ ફલિત થાય કે લોકસ્થિતિમાં વર્તતાં સર્વ દ્રવ્યોનો જે પ્રકારનો સ્વભાવ છે અને તે તે જીવોનો તે તે પ્રકારનો કર્મનો પરિણામ છે અને તે જીવની તે તે પ્રકારની ભવિતવ્યતા છે એને અનુરૂપ તે તે જીવ તે તે ભવોમાં ધારણ કરાય છે. અને જેમ નંદીવર્ધન આ ત્રણ કારણોથી તે તે ભવોમાં આવે છે તેમ પ્રાયઃ કરીને દરેક જીવો તેની લોકસ્થિતિ, તેના કર્મપરિણામ, અને તેની ભવિતવ્યતાને વશ તે તે ભવોમાં જન્મે છે. માટે પદ્મરાજાનો પુત્ર નંદીવર્ધન છે એ વચન મૃષા છે. II૬૬૮-૬૯ll શ્લોક : अरघट्टघटीयन्त्रन्यायेनैकेन्द्रियादिषु । भ्रमद्भिर्भवकान्तारं, मानुष्यं दुर्लभं जनैः ।।६७०।। શ્લોકાર્ચ - અરઘટ્યઘટીયંત્ર ન્યાયથી ભવરૂપી જંગલમાં ભમતા લોકો વડે એકેન્દ્રિય આદિમાં ભવોમાં મનુષ્યપણું દુર્લભ છે. II૭૦ll બ્લોક : निधिलाभसमे तत्राप्युत्तिष्ठन्त्यनभीष्टदाः । હિંસા થાય: #, ચેતાતાર્તઃ તાઃ સુરવમ્ II૬૭૨ શ્લોકાર્ચ - નિધિલાભ સમાન એવા તેમાં પણ મનુષ્યભવમાં પણ, અનભીષ્ટને દેનારા અનર્થને દેનારા, હિંસાક્રોધાદિ ક્રૂર વૈતાલો ઊઠે છે. તેથી સુખ ક્યાંથી હોય ?=સુખ હોય નહીં. સંસારમાં જીવો અરઘટ્ટાટીયંત્રના ન્યાયથી અનંતકાળથી ચાર ગતિઓમાં ફરે છે જેમાં એકેન્દ્રિય આદિ ભવો અસાર છે. તેમાં દુર્લભ એવો મનુષ્યભવ
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy