________________
૨૪૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૧૪-૧૫-૧૬ શ્લોક :
तदा किमेतदित्युच्चैर्विस्मितं राजमण्डलम् ।
पप्रच्छोदन्तमखिलं निवेश्यार्धासने स माम् ।।६१४ ।। શ્લોકાર્ચ -
ત્યારે વિભાકરે આલિંગન આપ્યું ત્યારે, આ શું છે ? એ પ્રમાણે રાજમંડલ અત્યંત વિસ્મિત થયું. તેણે મને અર્ધાસનમાં બેસાડીને સંપૂર્ણ વૃતાંત પૂછ્યું. ૧૪ll શ્લોક :
मयाऽपि चरिते स्वीये, प्रोक्ते प्राह विभाकरः ।
त्वया नानुष्ठितं सुष्टु, हा कष्टं कर्म निघृणम् ।।६१५ ।। શ્લોકાર્ચ -
મારા વડે પણ પોતાનું ચરિત્ર કહેવાય છતે વિભાકર બોલ્યો. તારા વડે સુંદર કરાયું નથી. નિર્ગુણ કર્મ કષ્ટ છે નિર્દયથી કરાયેલું કૃત્ય કષ્ટ છે.
નંદીવર્ધને આ પ્રકારે નિર્દયથી બધાનો નાશ કર્યો એ કૃત્ય નંદીવર્ધન માટે કષ્ટરૂપ થયું છે એમ વિભાકર બોલ્યો. IIઉપાય શ્લોક :
पश्य पुष्पममुष्यैव, क्लेशमत्रैव जन्मनि ।
अमुत्र लप्स्यसे चास्य, फलं नरकवेदनाम् ।।६१६।। શ્લોકાર્ચ -
આનો જ=નિર્દય કર્મનો જ, પુષ્પરૂપ ક્લેશ આ જન્મમાં તું જો અને આનું ફળ પરલોકમાં નરકવેદનાને તું પ્રાપ્ત કરીશ એ પ્રમાણે વિભાકરે નંદીવર્ધનને કહ્યું. ll૧૧૬ll