________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
૨૩૬
શ્લોકાર્થ :
પિતા વડે મંત્રીની વાણીથી તે વચન સ્વીકારાયું, મારા વડે હવે કહેવાયું – આ સ્થાનથી તારું નગર કેટલું દૂર છે ? ।।૫૭૯।। શ્લોક ઃ
स्फुटवाक् प्राह सार्धे तद्, योजनानां शते स्थितम् । मयोक्तमेवं मा वादीर्गव्यूतोने वदाथ तत् ।।५८० ।। શ્લોકાર્થ ઃ
સ્ફુટવાક્ કહે છે – અર્ધ સહિત ૧૦૦ યોજન તે રહેલું છે. મારા વડે કહેવાયું=નંદીવર્ધન વડે કહેવાયું, આ પ્રમાણે ન કહે, ગદ્યૂત ઊન હોતે છતે તે તું કહે. I[૫૮]I
શ્લોક ઃ
जगौ सोऽथ कुमार ! त्वं, न तथ्यं ज्ञातवानसि । त्वया बाल्ये श्रुतं भावि, मया भूयो विनिश्चितम् ।। ५८१ ।। શ્લોકાર્થ ઃ
તે બોલ્યો હે કુમાર ! તું તથ્ય જાણતો નથી, તારા વડે બાલ્યમાં સંભળાયેલું હશે, મારા વડે અત્યંત નિશ્ચિત કરાયું છે. II૫૮૧।।
શ્લોક ઃ
मामलीकं करोत्येष, इति चिन्तयतोऽथ मे ।
वैश्वानरेणोल्लसितं हसितं हिंसया तदा ।। ५८२ ।।
શ્લોકાર્થ ઃ
આ=સ્ફુટવાક્, મને જુઠ્ઠો કહે છે, એ પ્રમાણે વિચારતા મને વૈશ્વાનર વડે ઉલ્લસિત કરાયો, ત્યારે હિંસા વડે હસિત કરાયો=મારા ચિત્તમાં ક્રોધ અતિશય ઉલ્લસિત થયો અને હિંસાનો પરિણામ પ્રગટ થયો. ૫૮૨