________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૮-૩૯-૪૦-૪૧
૧૯
સાક્ષાત્ જ્યાં શુભાશય વર્તે છે ત્યાં તો કષાયરૂપી શત્રુઓ નિવાસ કરતા નથી. પરંતુ કોઈક રીતે શુભાશય તત્ત્વ સન્મુખ પ્રવર્તે છે. ત્યારે તે શુભાશયના ગમનથી તે સ્થાનમાં વર્તતા કષાયરૂપી શત્રુઓ નાસી જાય છે. II૩૮ll
શ્લોક :
धृतिस्मृतिहीकरुणाशमाद्यैः, कोशोऽस्य पूर्णो गुणरत्नवृन्दैः ।
विशालशीलाङ्गरथैरजस्त्रं, प्रवर्धतेऽस्याप्रतिपन्थिलक्ष्मीः ।। ३९ ।।
શ્લોકાર્થ ઃ
ધૃતિ, સ્મૃતિ, લજ્જા, કરુણા, ક્ષમાદિ ગુણરત્નના વૃંદોથી આનો= શુભાશય રાજાનો, કોશ પૂર્ણ છે. વિશાલ શીલાંગરૂપી રથોથી સતત આની અપ્રતિપંથી લક્ષ્મી વધે છે=જે લક્ષ્મીની પ્રતિપંથી અન્ય લક્ષ્મી નથી એવી અસાધારણ લક્ષ્મી વધે છે. II૩૯II
શ્લોક ઃ
सुरासुरस्त्रैणमहाविलासाप्रकम्प्यचित्तेऽपि हि साधुलोके । आसक्तिदात्री स्थिरताऽभिधाऽस्य, सौन्दर्यलक्ष्मीनिधिरस्ति देवी ||४०||
શ્લોકાર્થ ઃ
સુર, અસુરની સ્ત્રીઓના મહાવિલાસથી અપ્રકંપ્ય ચિત્તવાળા સાધુલોકમાં આસક્તિને ધારણ કરનારી આની=શુભાશયની, સૌંદર્યલક્ષ્મીની નિધિ એવી સ્થિરતા નામની દેવી છે. II૪૦।।
શ્લોક ઃ
भाति प्रतीकेऽपि निरूपितेऽस्या,
भस्मैव रूपं सुरसुन्दरीणाम् ।