________________
૧૫૩
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૨૧-૩૨૨-૩૨૩-૩૨૪ શ્લોકાર્ચ -
એટલામાં બોલાવાયેલા અમે બંને પિતાની પાસે ગયા, અને ત્યાં આવેલા મંત્રીઓ કનકશેખરને નમ્યા. ll૩૨૧] શ્લોક :
अथाह तातस्तं भद्र, त्वत्पित्रा प्रहिता इमे ।
प्राप्तो मृत्यूपमं दुःखं, त्वद्वियोगात् पिता तव ।।३२२।। શ્લોકાર્ચ -
હવે પિતા પઘરાજા તેને=કનકશેખરને કહે છે – હે ભદ્ર ! તારા પિતાથી આ મોકલાયેલા છે, તારા વિયોગથી તારા પિતા મૃત્યુની ઉપમાવાળા દુઃખને પ્રાપ્ત થયેલા છે. ll૩૨શા શ્લોક :
ज्ञात्वाऽथ चतुरद्वारा, सकारणमपक्रमं ।
जयस्थले च संभाव्य, स्थितिं तव मुदं दधौ ।।३२३।। શ્લોકાર્ચ -
હવે, ચતુર દ્વારા સકારણ એવા અપક્રમને જાણીને કનકશેખરના ગમનને જાણીને, અને જયસ્થલમાં તારી સ્થિતિની સંભાવના કરીને હર્ષિત થયા. ll૧૨૩II શ્લોક -
अयमेवास्य पापात्मा, जातोऽनर्थस्य कारणम् ।
इति निर्वासितो देशाद्, दुर्मुखः कुलसंयुतः ।।३२४ ।। શ્લોકાર્ધ :
આ અનર્થનું કારણ=કનકશેખર નગરને છોડીને ગયો એ અનર્થનું કારણ, આ જ પાપાત્મા થયો. એ પ્રમાણે કુલથી યુક્ત દુર્મુખ દેશથી કાઢી મૂક્યો. Il૩૨૪ll