________________
૧૩૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ સાંભળીને, ત્યારે ઘણા મનુષ્યો બોધ પામ્યા, ક્રમથી મનીષી મોક્ષને પામ્યો. પર એવા રાજા વગેરે અને મધ્યમબુદ્ધિ દેવલોકમાં ગયા. ર૭૩
स्पर्शनकथानकं समाप्तम् । अथ विदुर उवाचશ્લોક -
इमां समाकर्णयतः कथां मे, गतं दिनं तेन न वः समीपे । समागतो ह्योऽभिदधे मयाऽपि, श्रव्या कथेयं खलसङ्गहाने ।।२७४।। સ્પર્શનું કથાનક પૂર્ણ થયું. હવે વિદુર બોલ્યો – શ્લોકાર્થ:
આ કથાને સાંભળતા મારો દિવસ ગયો, તે કારણથી તારી સમીપે= નંદીવર્ધનના સમીપે, હું ગઈકાલે આવ્યો નહીં, મારા વડે=નંદીવર્ધન વડે, પણ કહેવાયું, ખલના સંગના ત્યાગમાં આ કથા મારા વડે પણ સાંભળવાયોગ્ય છે. ll૨૭૪ll શ્લોક -
वचोऽवकाशं विदुरोऽथ जानन्, मामाह मा भूत् खलसङ्गमस्ते । वैश्वानरोऽभूच्चकितस्तदानीं,
प्रोक्तं मयाऽसौ न ममास्ति कोऽपि ।।२७५।। શ્લોકાર્ચ - હવે વચનના અવકાશને જાણતા એવા વિદુરે મને કહ્યું=ખલના સંગના ત્યાગની કથા મારે સાંભળવી જોઈએ એ પ્રકારના નંદીવર્ધનના વચનથી ઉપદેશ આપવાના અવકાશને જાણતા એવા વિદુરે મને કહ્યું, તને= નંદીવર્ધનને, ખલનો સંગમ ન થાઓ, ત્યારે વૈશ્વાનર ચકિત થયો,