________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ अक्षुब्धगम्भीरमहाशयस्य, તૃવિસાત રૂવાડુરાશે. પારકા શ્લોકાર્ચ -
અને ગુણવર્જિત પણ આશ્રિત એવો આ પુણ્યનો આશ્રિત એવો નંદીવર્ધન, મને–પુણ્યને, છોડવા માટે યોગ્ય નથી. અક્ષબ્ધ ગંભીર મહાશયવાળા સમુદ્રને જેમ તૃણાદિનો સંઘાત છોડવા યોગ્ય નથી.
નંદીવર્ધનનું પુણ્ય બાહ્ય કાર્ય સાધે તેવું છે પરંતુ તત્ત્વને સ્પર્શે અને ઉત્તરોત્તર પુણ્યની વૃદ્ધિ કરે તેવું નથી. તેથી નંદીવર્ધન ગુણવર્જિત છે. વળી, તેનું પુણ્ય તેની અનુચિત પ્રવૃત્તિથી ક્ષીણ થવા છતાં જ્યાં સુધી ત્યાગને અનુકૂળ કાળ ન આવે ત્યાં સુધી તેની અનુચિત પ્રવૃત્તિને સફળ કરીને નંદીવર્ધનને સુખ આપવા માટે યત્ન કરે છે. ઉપરા શ્લોક :
इदं विचिन्त्य स्तिमितस्वभावो, रुष्टोऽपि तस्थौ स ममान्तरेव । ततश्च वैश्वानरतश्च भास्वन्
મણિઃ પીનો વિષવાનમૂવમ્ ા૨દ્દા શ્લોકાર્ચ -
આ પ્રમાણે વિચારીને સિમિત સ્વભાવવાળો–શાંત સ્વભાવવાળો, રોષ પામેલો પણ તે=પુણ્ય, મારા અંદરમાં જ રહ્યો. અને તેથી=પુણ્યોદય રોષ પામેલો પણ મારા અંદરમાં રહ્યો તેથી, વૈશ્વાનરમાં રત એવો હું ભાસ્વર મણિવાળા સર્પરૂપ વિષવાન થયો.
મારો પુણ્યોદય પૂર્વમાં પ્રચુર હતો તોપણ મારી અનુચિત પ્રવૃત્તિથી ક્ષીણ થતો હતો છતાં ઉચિત વેળાની રાહ જોઈને નંદીવર્ધનને મૂકતો નથી. તેથી પુણ્યના બળથી વૈશ્વાનરમાં રત થયેલો નંદીવર્ધન સાક્ષાત્ ભાસ્વર મણિવાળા સર્પ જેવો જગતના જીવોને ડંસ દેનારો થયો. ll૧૬ાા