________________
૧૦૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક -
न ब्रह्मणो ब्रह्मविदः किलेयं, स्मरस्य शृंगारविदस्तु सृष्टिः ।। अर्धेक्षितैर्मामियमीक्षमाणा
ऽभिवाञ्छतीत्येष मृषाऽभिमेने ।।२०८ ।। શ્લોકાર્ચ -
બ્રહ્મને જાણનારા બ્રહ્મની આ સૃષ્ટિ નથી=મન્મથકંદલીનું સુંદર રૂપ એ ખરેખર સૃષ્ટિ નથી, શૃંગાર રસને જાણનારા કામદેવની આ સૃષ્ટિ છે, અર્ધ દષ્ટિઓથી જેતી આ મન્મથકંદલી મને ઈચ્છે છે, એ પ્રમાણે આ=બાલ, મૃષાથી માને છે.
બ્રહ્મના જાણનારની સૃષ્ટિ અસંગપરિણતિ છે, જ્યારે મન્મથકંદલીનું સુંદર રૂપ એ બ્રહ્મની સૃષ્ટિ નથી, પરંતુ વૈયાવચ્ચકારી નંદિષેણ મુનિની કુરૂપ અવસ્થામાં પણ અસંગપરિણતિરૂપ બ્રહ્મની સૃષ્ટિ હતી. આથી જ બ્રહ્મને જાણનારા ઇન્દ્રો અવધિજ્ઞાનથી તેમનું ઉત્તમ બ્રહ્મ સ્વરૂપ જોઈને પ્રશંસા કરે છે. જ્યારે મન્મથકંદલીની સુંદર રૂપસંપત્તિને જોઈને શૃંગારસૃષ્ટિને જોનાર બાલને તે અદ્ભુત કામની સૃષ્ટિ દેખાય છે. આથી મન્મથકંદલી મારી સન્મુખ જુએ છે એ પ્રકારની મૃષા કલ્પના કરીને હર્ષિત થાય છે. ૨૦૮ શ્લોક :
सूरिर्बभाषे कथितं स्वरूपमत्युत्तमानां तदथोत्तमानाम् । ब्रवीमि यैः स्पर्शनमेतदाप्य, मानुष्यकं शत्रुतयाऽवबुद्धम् ।।२०९।। बोधप्रभावेन च मूलशुद्धिं, विधाय तस्मिन् चकिता भवन्ति । उपेक्षितायोग्यजनाश्च मार्गावतारनिष्ठाश्च निजाश्रितानाम् ।।२१०।।