________________
મગધ રાજપુત્રે કહ્યું-ભદ્રે ! હું તે આપી શકતો નથી; કારણ કે તમે સર્વે એકઠી થઈને એની અવજ્ઞા કરો; અને વળી મારું સર્વસ્વ એજ છે. દાસીએ કહ્યું-તમારી બહેન હોય ત્યાં કદિ પણ એવું થાય ? હું જાતિએ દાસી છું, પણ કમેં દાસી નથી; માટે ભાઈ ! કૃપા કરીને એ મને ઝટ આપો. હે દાક્ષિણ્યના સમુદ્ર ! ક્વચિત કોઈ સ્થળે વાણીથી પ્રતિષેધ કરવામાં આવે છે પરંતુ મેં તો તે જોઈ છે માટે હું મારી બાઈની પાસે ખરી ઠરું એમ કરો.
અભયે પણ વળી એને કહ્યું-જો એમજ હોય તો તું આ ભલે લઈ જા; હું એ અન્ય કોઈને નથી આપતો; પણ તારા જેવા યોગ્ય જનને આપવામાં મને કંઈ અડચણ નથી. દાસી પણ એ લઈ હર્ષ પામતી. પોતાની બાઈ પાસે ગઈ, સ્પર્ધા કરતી હોય નહીં તેમ, આલેખાઈ ગઈ. નિશ્ચયે, દષ્ટિએ કોઈ ઉત્તમ ગુરુની પાસે શ્રદ્ધાપૂર્વક કામણનો અભ્યાસ કર્યો છે; નહીં તો બીજી ઈન્દ્રિયરૂપી પત્નીઓને મૂકીને ચિત્તરૂપી પતિ એને વિષે (એ દષ્ટિને વિષે) કેમ લીન થાય ? પછી એ ગુપ્ત રીતે દાસીને કહેવા લાગી-તિલોત્તમા ! જેમ દેવતાઓના સ્વામી ઈન્દ્રને વરી હતી, તેમ હું પણ આ સૌભાગ્યવંત, રૂપવાન અને લાવણ્યના સાગર એવા મહીપતિને વરીને મારો જન્મ સફળ કરીશ. તોપણ જો દેવયોગે. હું એમનો કર ગ્રહણ કરવાને ભાગ્યશાળી નહીં નીવડું, તો ભોગ સર્વે ભોગિની ભોગ જેવા થાઓ. માટે જો તને મારા ઉપર સ્વામિભાવનું મમત્વ હોય તો હું તેનો ઉપાય ચિંતવ. અથવા તો એ વણિકશ્રેષ્ઠી પોતે જ એનો ખરો ઉપાય જાણતો હશે અને કરશે; કારણ કે એનો સંબંધ ઉદય ઉપર છે; શું સૂર્ય પ્રકાશને અર્થે નથી ?
આ પરથી દાસી વણિકશ્રેષ્ઠીના વેષમાં રહેલા અભયકુમાર પાસે ગઈ અને તેને કહેવા લાગી-જેમ રૂક્મિણીનો વિષ્ણુ ઉપર રાગ બંધાયો હતો તેમ મારી બાઈનો આપના રાજા તરફ રાગ બંધાયો છે અને તેની પત્ની થવાને ઈચ્છે છે. માટે આપ અમારું એટલું કાર્ય કરો અને એ અમારી બાઈ પણ એ રાજાને પતિ તરીકે મેળવીને આનંદ પામો.
૧. સર્વે ભોગોપભોગ ભોગિ-સર્પ-ની ભોગ-ફણાની જેમ દૂર રહો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)