________________
થવાથી તે વિચારવા લાગી – અહો ! એમણે પણ મારો તિરસ્કાર કર્યો? રાજાની આવી વિદ્વાન ગણાતી પુત્રીએ મને શા માટે આ પ્રમાણે કાઢી મૂકાવી ? પોતે વિદ્વાન છે માટે મારા જેવી ભોળા સ્વભાવવાળીને તો તે કશા લેખામાં ગણતી નથી; માટે જો હું એને શિક્ષા ન કરું તો ભિક્ષા સિવાય હું કંઈ જાણતી જ નથી (એમ સમજવું.) પણ એને કયે. પ્રકારે સારી રીતે શિક્ષા અપાય ? હા, સમજાયું. એને અનેક સપત્નીઓને વિષે નાખું; કારણ કે સ્ત્રીઓને એ મોટું દુઃખ છે.” એમ વિચારીને એણે એક છબિ આલેખનારીની પેઠે તે રાજકુમારીનું રૂપ એક પટપર આલેખી લીધું.
પછી વિધાતાના સર્વ નિર્માણના સારરૂપ એવા એ રૂપને તેણે જઈને શ્રેણિકરાજાને બતાવ્યું. એ મહીપાળ પણ પટમાં ચિત્રલી આકૃતિને નિહાળીને અન્ય સર્વ સ્ત્રીસમાજને વિરૂપ જ ધારવા લાગ્યો અને તેને વિષે જ એકતાન થઈ વારંવાર શીર્ષ ધુણાવતો ચિત્તને વિષે સંતોષ પામવા લાગ્યો. સ્નિગ્ધ અને ભ્રમર સમાન નીલ એવો જે એનો કેશપાશ છે તે જાણે, તેણીએ પોતાના સ્વર વડે મયૂરને જીતીને, તેની પાસેથી, સુભગ સ્ત્રીઓના અભિમાનરૂપી વિષને ઉતારવાને, આગ્રહ કરીને, તેનો કળાપ લઈ લીધો હોય નહીં (એવો સુંદર જણાય છે) !
એના અત્યંત ગોળ મુખને જોઈને, પૂર્ણિમાનો ચંદ્રમા તો એવી રીતે ભગ્ન થઈ ગયો કે કથંચિત કૃષ્ણપક્ષ પામીને પણ તે દિવસે કૃશ. થતો જાય છે. એના નવનીત અને રૂ સમાન સુકોમળ બાહુ જાનુ પર્યન્ત પહોંચેલાં છે, તે જાણે પરાજય પામવાથી પલાયમાન થઈ જતી રતિ અને પ્રીતિને કેશવતી પકડી લેવાને જ હોય નહીં ! આણે નિશ્ચયે કોઈ બે લોકની સ્ત્રીઓ પર વિજય મેળવ્યો જણાય છે; નહીં તો પ્રજાપતિ પાસેથી એને પુષ્ટ પયોધરના મિષે બે સુવર્ણ-કુંભ શેના મળે ? અહો ! એના અતિકૃશ એવા ઉદરે પણ ત્રણ રેખા પ્રાપ્ત કરી છે ! પણ એમાં આશ્ચર્ય નથી; કારણ કે આ લોકમાં સ્થૂલતાથી કંઈ પણ મળતું નથી; મધ્યસ્થતા એજ અભ્યદયનો હેતુ છે. આનો અપ્રતિમ નિતમ્બભાગ કોઈ ખરેખર મૃદુ-વિશાલ-અને ઉન્નત છે; નિશ્ચયે એજ સ્થળરૂપી દુર્ગ પર રહીને કામદેવરૂપી ભિલ્લ નિરંતર યુવાનોને (બાણથી) વધે છે. નિરંતર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૩