________________
ચિંતામણિની રેખા કોઈ સ્થળે અથવા કોઈ સમયે શેષ મણિઓ પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ મનુષ્ય, ખેચર, દેવ કે દાનવ એને ધર્મથી ચલિત કરવાને શક્તિમાન નથી. તો અન્ય દીન જન તો શું જ કરી શકે ?
એ સાંભળીને સભામાં બેઠેલો એક દેવતા અતિરોષે ભરાઈ કહેવા લાગ્યો-અહો ! ઈન્દ્ર પણ બંદિજનની પેઠે એક માત્ર સ્ત્રીની કેવી પ્રશંસા કરે છે ? નિશ્ચયે આ તો અનીતિ થાય છે. “એ સ્ત્રીને ચળાવવાને કોઈનામાં શક્તિ નથી” એમ તે કહે છે તે આપણને હલકા પાડનારા વચનો કહે છે; અથવા તો-મને કોણ નિષેધ કરનાર છે-એવી મોટાઈના બળને લીધે એ એમ બોલે છે. કારણ કે એવું સ્વામિત્વ સર્વ કોઈને બહુ રૂચે છે-કે જેને વિષે પોતાને કોની સંગતિ છે એ કહેવું પડતું નથી; પોતાના મનમાં આવે તેમ વર્તાય છે; અને અપયશનો જરા પણ ભય નથી. માટે હું હમણાં જ જઈને તેનું સાહસ ભેદી નાંખીને તેને ચળાવી આવું છું. વાયુ જો સંબંધ વાય છે ત્યારે વૃક્ષના મૂળ સુદ્ધાં હલી જાય છે તો આકડાનું રૂ તો શાનું જ નિશ્ચળ રહે ?
એવો નિશ્ચય કરીને સાધુનો વેષ લઈ તે દેવતા સુલસાને ઘેર જઈ ત્રણવાર નિસ્ટિહિ કહી ઊભો રહ્યો; કારણ કે ધુર્તપુરુષોનું છળ આવું જ શાંત અને ભપકાવાળું હોય છે. સાધુને જોઈને ધર્મ ઉપર મજીઠના રાગ (રંગ) કરતાં પણ અધિક રાગવાળી સુલસા પ્રફુલ્લિત વદને હર્ષાશ્રુ વર્ષાવતી આનંદના સમુદ્રમાં ડૂબી જતી ઊભી થઈને તેમને નમી. પછી તેણે ભાવ સહિત તેમને પૂછ્યું-હે ભગવન્ ! આપનું આગમન શા કારણથી થયું છે ? દેવસાધુએ ઉત્તર આપ્યો-ભદ્રે ! એક ગુણવાન્ સાધુ રોગથી પીડિત છે તેને માટે વૈદ્યલોકોએ શુદ્ધ પરિપક્વ લક્ષપાક તેલ બતાવ્યું છે માટે હું તેની ભિક્ષાને અર્થે તારી પાસે આવ્યો છું; કારણ કે મુનિઓને શ્રાવકજનો જ ભિક્ષાના સ્થાનક છે. તે સાંભળી અતિહર્ષ પામી સુલસા બોલી-એ તેલ અને બીજું પણ આપને જે જોઈએ તે આપ ગ્રહણ કરો; જે સાધુના ઉપયોગમાં આવે તેજ ધન્ય છે; અન્ય સર્વ તો રાનનાં પુષ્પની જેવાં વૃથા છે. આ પૃથ્વી પર આજે જ મારો જન્મ થયો, સમજુ છું કારણ કે આજે તમે મારી પાસે (વસ્તુને માટે) પ્રાર્થના
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૬૫