________________
વરરાજાના મંદિર પાસે આવી પહોંચ્યા. ત્યાં લગ્નના હર્ષમાં લોકો અશ્વને વધુવર પાસે આદર સહિત ખેલાવવા કુદાવવા લાગ્યા. કારણ કે સ્તરીખેલનકુર્દન આદિ પ્રાયે શૃંગારવિધિને વિષે રહસ્યભૂત છે. જાનની સર્વ સ્ત્રીઓ હવે ગીત નૃત્યાદિકની સમાપ્તિ કરવાને છેવટે યથેચ્છ નૃત્ય કરવા લાગી; અને ગીત ગાઈને કામદેવને જગાડવા લાગી. પછી સર્વ વિઘ્નને દૂર કરનારી એવી ઉત્તમ મંગળવિધિ કરી રાજકુમારે પ્રિયા સહિત સ્વસ્થચિત્તે કૈલાસ જેવા આવાસને વિષે પ્રવેશ કર્યો. વિવાહ પૂર્ણ થયે શ્રેણિકનરપતિએ પુત્ર-અભયકુમારને અર્ધ રાજ્ય અને મંત્રીપદવી અર્પણ કરી, અથવા તો સદ્ગુણી ધુર્ય પુરુષને પ્રાપ્ત કરીને કયો વિચક્ષણ જન તેના પર ભાર ન નાંખે ? પછી રાજાએ કુમારને આજ પ્રમાણે બીજી રાજપુત્રીઓ પણ પરણાવી કારણ કે સાધારણ મનુષ્યો પણ બે ત્રણ સ્ત્રીઓ પરણે છે તો તેમનો અધિપતિ જે રાજા તે પરણે તેમાં તો શું કહેવું ?
પછી અભયકુમારે પોતાના પ્રતિપક્ષીઓ પર વિજય મેળવવા માંડ્યો; કેટલાક ગર્વિષ્ઠ હતા તેમને સામ પ્રયોગથી જીત્યા, કેટલાએકને ક્ષમા આપીને પોતાના કરી લીધા; બીજાઓ લોભી હતા તેમને ભેટ આપીને નમાવ્યા; વળી કેટલાક અભિમાની હતા તેમને નમ્રપણે હરાવ્યા; જેઓ અવિશ્વાસુ હતા તેમનો ભેદથી પરાજય કર્યો; બિલકુલ વિરુદ્ધ હતા તેમને ઋજુપણે, અને જેઓ બલવાન્ હતા તેમને શિક્ષા કરીને જીતી લીધા; સંતોષ થકી મુનિ લોભને જીતે તેમ. ગુરુજન પર અતિ ભક્તિવાળો કુમાર પોતાને પિતાનો એક પદાતિ માત્ર ગણતો અને લક્ષ્મણ જેમ રામનાં કાર્ય સાધતો તેમ, પિતાનાં ગમે તેવાં અશક્ય કાર્યોને તે નિર્વિલમ્બે સાધી લેતો.
હવે ઈન્દ્રને માતલિ હતો તેમ પ્રસેનજિત્ રાજાને નાગ નામનો કામદેવ સમાન રૂપવાનૢ સારથિ હતો. તે ગર્વિષ્ટ શત્રુરૂપી વૃક્ષનો ભંગ કરવાને હસ્તિ જેવો, અને કલ્યાણ તથા કળાકૌશલ્યના નિવાસસ્થાનરૂપ હતો. વળી તે સત્યવચની હોવાથી ધર્મપુત્ર યુધિષ્ઠિર સમાન અને દયાળુ
૧. સ્તરીખેલનકૂર્દન-સ્તરીનું (અશ્વનું) ખેલવું કુદવું વગેરે; અથવા સ્તરી (=શય્યા)ને વિષે ખેલવું કુદવું ઈત્યાદિ.
૬૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)