________________
લોકો ઉત્તમ મણિબદ્ધ સુવર્ણનાં આભૂષણો ઘડવા લાગ્યા; માળી લોકો સુગંધીપુષ્પોની માળા ગુંથવા લાગ્યા; અને નગરવાસીજનો પણ ઉત્તમ વસ્ત્રાભરણ સજવા લાગ્યા. વળી તેમને આમંત્રણ કરીને મંડપને વિષે ઉત્તમ આસનો પર બેસાડીને મોટા થાળો તેમને પીરસવામાં આવ્યા. તેમાં અખરોટ, ખજુર, નાળિયેર, આમ્રફળ, રાયણ, દાડિમ, જંબીર, રંભાફળ, નાગરંગ વગેરે ફળ; વાલુક, કુષ્માંડ, કપિથ્થ, સુંઠ, હરડે આદિના બનાવેલા પ્રલેહ; અનેક શાક, વડાં, નવાં આમ્રફળ તથા પરિપક્વ આંબલીની બનાવેલી ચટણીઓ; સુગંધી શાળનો બનાવેલો છૂતથી તૃપ્તા કરેલો અને સુવર્ણના જેવા વર્ણનો બિરંજ; અત્યંત સુવાસિત મોદક તથા ખાંડના ખાજાં, અને દુઃખ દૂર કરી સુખને આપનારી સુખડી; કપૂરની વાસવાળા વૃતથી પૂર્ણ એવા ઉત્તમ પુડલા; ગરમ દૂધની ક્ષીર અને સાથે મીઠી લાપસી; વળી સ્વાદિષ્ટ દહીં તથા દહીંના ઘોળ; વગેરે વગેરેથી તેમને તૃપ્ત કરી ચંદનના લેપ ચર્ચા તાંબૂલ આપવામાં આવ્યાં.
એ નાગરિક જનો પણ આવો આદર સત્કાર પામીને વિચારવા લાગ્યા કે-આપણા આ મહારાજાના મહેલમાં તો આપણને જાણે સદાયે પર્વ દિવસો જ વર્તાય છે. વળી ત્યાં તો અક્ષતનાં પાત્રો આવ્યાં; ઉત્તમ વસ્ત્રાભરણ સજીને નારીઓ નૃત્ય કરવા લાગી; અને મધુર કંઠવાળા ભાટ, ચારણ અને વામનજનો ઉત્તમ ગીત ગાવા લાગ્યા. વળી સેવકજનો અન્ય સર્વ કાર્યો સમાપ્ત કરીને ક્ષણવારમાં ઉત્તમ મંડપ રચવા લાગ્યા તેને વિષે આકાશમાંના મેઘ જેવા નાના પ્રકારના સુંદર ઉલ્લોચ બાંધી દીધા અને વચ્ચે મુક્તાફળની માળાઓ લટકાવી દીધી, તે જાણે મહીપતિની કીર્તિ ઊંચે (સ્વર્ગમાં) જવાને પ્રવૃત્ત થઈ હોય નહીં તેમ શોભવા લાગી. તેની ચારે બાજુએ મણિના સમૂહથી વિરાજિત એવાં તોરણો પણ બાંધી દીધાં; ખંભે ખંભે સુંદર વસ્ત્રાલંકારવાળી અને સ્વરૂપવાના પૂતળીઓ મૂકી દીધી, તે જાણે કદિ ન જોયેલો એવો પાણિગ્રહણનો પ્રસંગ નીરખવાને આકાશમાંથી દેવીઓ ઊતરી આવી હોય નહીં એવી શોભવા લાગી; આસપાસ વંદનમાળા એટલે તોરણોને સ્થળે નીલવર્ણના આમ્રતરૂના પત્રોની માળા ગોઠવી દીધી, તે જાણે મંડપને વિષે ગવાતાં ધવળમંગળનો અભ્યાસ કરવાને પોપટની પંક્તિઓ આવી હોય નહીં અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો).
પપ