________________
જ થાય છે”. પછી એણે બીજી સ્ત્રીઓમાં નહીં દેખાતા એવા એના ગુણોને લીધે હર્ષ પામી એને પટ્ટરાણી સ્થાપી; કારણ કે વિદ્વાન્ કૃતજ્ઞા પુરુષો નિરંતર ગુણોને અનુરૂપ જ પદવી આપે છે.
પતિની સાથે ધર્મ, અર્થ અને કામ સંબંધી વિષયોને અનુભવતી સુસેનાને કેટલેક કાળ, તલાવડીને વિષે કમલિની ઉત્પન્ન થાય તેમ, એક પુત્રી થઈ. પણ સુસેના પર પોતાના સ્વામીનો અત્યંત રાગ અંતઃપુરની બીજી રાણીઓ સહન કરી શકી નહીં. પણ તેથી તો ઉલટો આ રાજપુત્રીએ એને એવી રીતે રાખ્યો કે બીજી રાણીઓ એની સાથે ભાષણ સરખું ન કરી શકે. એટલે-હવે આપણે શું કરવું-એ વિચારમાં પડેલી એવી એ બીજીઓ બોલી-અહો ! આપણા જેવી આકાશગામી વિદ્યાધરોના વંશને વિષે જન્મ પામેલી સ્ત્રીઓનો એણે પરાભવ કર્યો છે; એ દીન કાગડી સરખીએ રાજહંસીના મસ્તક પર પગ મૂક્યો છે. ઉગ્રવિષવાળા સર્પને ગ્રહણ કરવાની ઈચ્છા સારી, પારકાના સ્થાનને વિષે નિરંતર ભિક્ષા પણ સારી, પોતાના કરતાં નીચ પુરુષોનો વચનપ્રહાર પણ સારો, અન્ન ને જળનાં સાસાં પણ સારા, વસ્ત્રાભૂષણ રહિત શરીર પણ સારું, અને ભયંકર અટવીને વિષે વાસ હોય તે પણ સારો; પણ સપત્ની-જે-શોક્ય–તેનાથી પરાભવ પામવો એ સારું નથી. માટે આ શોક્યરૂપી વ્યાધિનો, તે પુત્રજન્મરૂપે વૃદ્ધિ પામે તે અગાઉ, ઉચ્છેદ કરવો યોગ્ય છે. નહીં તો પાછળથી એ પ્રપ શબ્દની પેઠે અનેક યુક્તિઓ કરતાં છતાં પણ અસાધ્ય થશે; વૃક્ષ પણ જો એના મૂળ બહુ ઊંડા ગયા હોય તો ઉખેડી નાંખવું મુશ્કેલ પડે છે; બાહુલ્યપણાની સ્થિતિવાળી મોહનીય કર્મની ગ્રંથિને ભવ્યપુરુષો પણ ભેદી શકતા નથી.
૧. અર્થાત એનામાં ગુણ હોય તો જ એનો સ્વામી એના ગુણથી આકર્ષાઈ એની પ્રાર્થના કરતો આવે.
૨. વ્યાધિ. કહેવાની મતલબ એ છે કે સુસેનાને પુત્રપ્રાપ્તિ થાય એ પહેલાં એના પ્રાણ લેવા જોઈએ. ૩. સંસ્કૃતમાં ૩૫ શબ્દ છે તે અવ્યય હોવાથી એનાં રૂપ ન થાય એટલે એ “અસાધ્ય' કહેવાય છે.
૪. બીજાં બધાં કર્મોની સ્થિતિથી મોહનીય કર્મની સ્થિતિ વધારે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૫૩