________________
કરીશ તો જ તારા પિતાની પેઠે તને પણ રાજ્ય મળશે. નિરંતર આનંદમાં મગ્ન એવો તું મારું ઘર ત્યજી જાય છે. તો હવે ચંદ્ર વિનાના આકાશની પેઠે તે કેમ શોભશે ? બંધુ વિનાના મારા જેવા અતિ નિર્ભાગીને હવે તારા વિયોગને લીધે દિશાઓ શૂન્ય લાગશે. વધારે શું કહું ? તારા પિતાને ઘેર જઈને અમને ભૂલી ન જતો પણ સંભારજે; કારણ કે સ્વર્ગ ગયેલાઓ પ્રાયઃ પાછળનાને સંભારતા નથી.
પછી અભયે કહ્યું- હે તાત ! સૂર્યના કિરણથી જેમ આકાશ, તેમ આપના જેવા મારા પૂજ્યપાદ પિતામહથી આ ઘર બહુ શોભે છે. આપના સર્વત્ર વ્યાપી રહેલા નિર્મળ ગુણો છતાં દિશાઓ કેવી રીતે શૂન્ય લાગશે? નિર્મળ ગુણવાળો પટ તો શૂન્ય નથી લાગતો. આપના ઉપકારો તો, સ્તંભને વિષે કોતરેલા અક્ષરોની પેઠે, મારા હૃદયને વિષે નિરંતર સ્થાપેલા. છે; છતાં જો હું આપનું વિસ્મરણ કરું તો હું કેવો કહેવાઉં ? વળી આપવડીલે મને જે, પિતાની ભક્તિ કરજે ઈત્યાદિ, આદેશ કર્યો તે હું નિરંતર પાળીશ કારણ કે એવો કોણ હોય કે જે છતે કાને કુંડળ ન પહેરે ?
પછી શ્રેષ્ઠીએ અભય સહિત નન્દાને પુષ્કળ વૈભવ સાથે વિદાય કરી; કારણ કે ગુણવાનું પ્રજાને કોણ અલ્પ આપવાની ઈચ્છા કરે ? જેમ સર્વ કર્મ ક્ષીણ થયે જીવ સ્વર્ગથી શિવલાસ પામે છે તેમ ગામનગર આદિ ઓળંગતા ઓળંગતા માતા અને પુત્ર રાજગૃહ નગરે પહોંચ્યા. ત્યાં અભયે માતાને પરિવાર સહિત ઉદ્યાનને વિષે રાખી ત્યાં તે જાણે ઋતુઓથી યુક્ત એવી સાક્ષાત વનદેવી હોય નહીં એમ શોભવા લાગી. પછી પોતે, માર્કંડ ઋષિ જેમ વિશ્વની સ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા તેમ, નગરવૃત્તાન્ત નિહાળવાને અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેણે કથા કહેનારા વ્યાસની કથામાં જ હોય નહીં એમ ઘણા માણસોને એક સ્થળે એકઠા થયેલા જોયા. એટલે એણે ટોળામાંના એકને પૂછ્યું-આ બધા અહીં કેમ ભેગા થયા છે ? શું અહીં ગોળ વહેંચાય છે ? પેલાએ ઉત્તર આપ્યો-તું વત્સ ! ગોળને સારી રીતે ઓળખતો જણાય છે; પરંતુ અહીં તો એવું વહેંચાય છે કે જેની દેવતાઓ પણ ઈચ્છા કરે. કારણ કે વાત એમ બની છે કે
શ્રેણિકરાજાએ, વિદ્વત્તાવાળા પંડિતો શાસ્ત્રને પ્રાપ્ત કરે તેમાં અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૩