________________
સાક્ષાત્ દેવકુમાર જેવા દેશાન્તરથી અહીં આવ્યા હતા એમની સાથે મારાં લગ્ન થયાં; પણ કેટલોક કાળ વ્યતીત થયા પછી, તું ગર્ભને વિષે હતો તે વખતે કેટલાક ઊંટવાળા આવ્યા તેમની સાથે ગુપ્ત વાતચીત કરીને તારા પિતા તત્કાળ અહીંથી ગયા છે; કારણ કે નિર્ભાગી જનની પાસે ચિંતામણિ કેટલોક કાળ રહે ? આ સાંભળી અભયે પૂછ્યું-હે માતા ! મારા પિતા અહીંથી ગયા ત્યારે તને કંઈ નિધાન જેવું આપતા ગયા છે ? નંદાએ ઉત્તર આપ્યો-આ એક પત્ર આપતા ગયા છે પરંતુ હું એનો ભાવાર્થ જાણતી નથી; કારણ કે સ્ત્રીઓનો બુદ્ધિવૈભવ કેટલો હોય ?
એણે એમ કહી અભયના હાથમાં પત્ર આપ્યો; અભયે તે વાંચ્યો એટલે તુરત તેનો હાર્દ સમજી જઈને હર્ષ પામ્યો, ને માતાને કહેવા લાગ્યો-માતાજી ! મારી વધામણી છેઃ મારા પિતાજી રાજગૃહ નગરના રાજા છે. જો ! પાવુટ્ટી એટલે શ્વેત ભીંત, અર્થાત્ શ્વેત ભીંતવાળા મહેલ; અને ગોપાત્તા: એટલે પૃથિવીપાળ-રાજા; કારણ કે જો શબ્દ પૃથિવીવાચક છે. આ સાંભળીને નન્દા તો બહુ વિસ્મય પામી કે અહો ! આ નાનો બાળક છતાં એની બુદ્ધિ અસાધારણ છે. અથવા એવા પિતાના પુત્રને વિષે શું અસંભવિત છે ? શાળના બીજ થકી નિરંતર શાળાના અંકુર જ ઉત્પન્ન થાય છે.
પછી નીતિશાસ્ત્રને વિષે નિપુણ એવો અભય કહેવા લાગ્યો-હે માતાજી ! હવે આપણે આ સુંદર એવા પણ તારા પિતાના ઘરમાં રહેવું યુક્ત નથી. કારણ કે સ્ત્રીને, કુમારી હોય ત્યારે પિતા, યૌવનને વિષે સ્વામી, અને વૃદ્ધવયે પુત્ર પરમ શરણ છે. આમ છે માટે બીજી સ્ત્રીઓ સુદ્ધાં પિતાને ઘેર રહે નહીં, તો રાજાની સ્ત્રી તો શા માટે ત્યાં રહે ? શતમૂલ્ય મણિની રક્ષા કરવી જોઈએ તો લક્ષમૂલ્ય મણિની કરવી પડે એમાં તો કહેવું જ શું ? માટે મારા માતામહના ઘર થકી હવે આપણે મારા પિતાને ઘેર જવું જોઈએ. એ વાતની નન્દાએ હા કહી એટલે અભયે શ્રેષ્ઠી પાસે જઈ લલાટને વિષે અંજલિ રાખી નમન કરી વિજ્ઞાપના કરી કારણ કે વિનય તો કુલપરંપરાગત હોય છે-મારા પિતા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૧