________________
તમોભેદી અને રકળાનિધિ કુમાર, નક્ષત્રોનો જેમ ચંદ્ર, તેમ તમારો સ્વામી થયો છે તેની સાથે તમે, અદ્યાપિ પર્યન્ત મારી સાથે જેવી રીતે વર્તતા હતા તેવી જ રીતે વર્તજો; કારણ કે મેં શિશુના દોષોની પેઠે તમારા દોષ ક્યારેય પણ ગણ્યા નથી. તમારે એના શાસનનું ઉલ્લંઘન કરવું નહીં; કારણ કે પ્રચંડ શાસનવાળો એ, સૂર્ય અંધકારને સહન કરતો નથી તેમ, તમારા અપરાધને સહન કરશે નહીં. માટે એની ઈચ્છા પ્રમાણે વર્તી તમારે એની દેવની જેમ આરાધના કરવી; અને કાર્યસાધક એવી એની આજ્ઞાને શેષની જેમ મસ્તકે ધારણ કરવી.
રાજાની શિક્ષાને પરિજનવર્ગે પણ પોતાની જ શોભા હોય તેમ ગ્રહણ કરી; કારણ કે એવો કોણ હોય કે જે મુખને વિષે પ્રવેશ કરતા અમૃતને આડો હાથ દઈને નિષેધ કરે ?
આ વખતે વિપ્રોએ મંત્ર ભણવા માંડ્યા, બંદિજનો વિજયના માંગલિક બોલવા લાગ્યા, વાજિંત્રો ઊંચે સ્વરે વાગવા લાગ્યા અને પ્રમદાઓ નૃત્ય કરવા લાગી. પ્રજાજનો મદોન્મત્ત હસ્તિઓ, નાનાવિધ તુરંગમો, તેજસ્વી રત્નો, સુવર્ણ, પાણીદાર મુક્તાફળ, હાર-કેયૂરત્રૈવેયક-માળા આદિ વિવિધ અંગોના આભૂષણો, નાના પ્રકારના શસ્ત્રવસ્ત્ર-પત્ર-પુષ્પ-ફળો અને અ-ક્ષત" અક્ષતપાત્રો આદિની ભેટ ધરવા આવવા લાગ્યા; કારણ કે પુત્રના ઉત્સવે આવક હસ્તને વિષે રહેલી (હાજર-તૈયાર) જ છે. આ અભિષેક-મહોત્સવમાં બંદીવાનોને છોડી મૂકવામાં આવ્યા; પણ એ કંઈ આશ્ચર્ય નહોતું; જંતુઓને કર્મરૂપી ગુપ્તિથી છોડવશે એજ આશ્ચર્ય. ઘેરઘેર અને હાટેહાટે તોરણો અને ઊંચી કસુંબાની ધ્વજાઓ બાંધવામાં આવી અને નાટ્યારંભ થવા લાગ્યા; એથી આ નગરી સ્વર્ગપુરી સમાન શોભવા લાગી. અનુક્રમે ઈહલોક સંબંધી
૧. ચંદ્રમાની સાથે લેતાં (૧) કુવલય-કમળ-ને આનંદ આપનાર-વિકસાવનાર (૨) અંધકારને હણનાર ૨. (ચંદ્રમા)ની ૧૬ કળા કહેવાય છે તેનો નિધાન. ૩. દેવ આગળ ધરેલ નૈવેધ-બલિ આદિમાંથી વહેંચવામાં આવે છે તે શેષ-કે જે પવિત્ર ગણાય છે.
૪. કંઠના આભૂષણ. ૫. અખંડ. ૬. આવરણ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૧