________________
આ પ્રમાણે પોતાની લઘુતાના વચનો કહીને શ્રેણિક મૌન રહો; કારણ કે ગુરુજનની આગળ અધિક ભાષણ શોભતું નથી. પુનઃ ભૂપતિએ કહ્યું- હે વત્સ ! તારા પિતાનું રાજ્ય તું હવે ગ્રહણ કર. કર્મરોગથી પીડાતા અમે તો હવે આત્મસાધન કરીશું.
પણ પુત્રે કહ્યું- હે તાત ! હું તો પાળાની જેમ નિરન્તર આપના સમાન ચિરંજીવી પિતાના ચરણની સેવા કરીશ. આપ યાવચ્ચદ્ર દિવાકરી સામ્રાજ્ય ભોગવો. આપનો વ્યાધિ છે તે મણિનો મેલ વન્તિથી દૂર થાય છે તેમ ધર્મકાર્યથી દૂર થશે.
એ સાંભળી પિતાએ કહ્યું-મારા કુળમંદિરના દીપક ! કલ્પવૃક્ષની પેઠે સર્વ અવસ્થાને વિષે સેવવા યોગ્ય એવો જે ધર્મ તે તો મારે સેવવો જ છે; ને રાજ્ય પાત્રને વિષે અર્પવું છે. માટે હવે તું કંઈ પણ બોલે તો તને મારા સોગંદ છે.
આમ પુત્રને શપથ આપી બોલતો બંધ કરી પ્રસેનજિત રાજાએ એના અભિષેકને અર્થે સામગ્રી તૈયાર કરાવવા માંડી; એક સૂરિ પોતાના શિષ્યને સૂરિપદ આપતી વખતે કરાવે તેમ. સુવર્ણ સમાન કાન્તિવાળા શ્રેણિકને સુવર્ણના સિંહાસન ઉપર બેસાડ્યો-તે વખતે એ અન્ય મેરૂ પર્વત હોય નહીં એવો શોભવા લાગ્યો. પૂર્વ દિશાને વિષે રાજા પોતે અને અન્ય ત્રણે દિશાઓમાં સામનો હસ્તને વિષે સુવર્ણના જળકુંભો લઈને ઊભા રહ્યા તે વખતે એઓ ગજદંતનીર જેવા શોભવા લાગ્યા. મેઘ જેમ ગિરિના શિખર પર અભિષેક કરે તેમ એમણે કુમારને અભિષેક કર્યો; અને રાજાએ રૂપાના કચોળામાં ચંદન મંગાવી એને પોતાને હાથે તિલક કર્યુંતે જાણે “તું પણ આમ નિરંતર વૃદ્ધિ પામ” એમ સૂચન કરવાનું હોય નહીં ! પછી, શિષ્યને શિક્ષાપાઠ આપીને ગુરુ નમે તેમ રાજાએ પુત્રને નમન કર્યું; કારણકે પુરુષો ઉત્તમ પ્રકારે વર્ણવેલા ન્યાયને દીપાવવામાં સદા તત્પર રહે છે. પછી સામગ્ન આદિ અન્ય જનોએ પણ એને સાધુની જેમ નમન કર્યું; કારણ કે મહંત પુરુષોએ પાડેલો માર્ગ અન્ય જનોને
૧. પાળા-પગે ચાલતું સૈન્ય.
૨. ચાર દિશાઓમાં ચાર ગજદંત પર્વતો આવેલા છે તે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)