________________
વાચકને આનન્દની સાથે ઘણો નીતિબોધ મળે એમ છે. ભાષાન્તરકાર રા. મોતીચંદ ઓધવજીએ ભાષાન્તર એવી પ્રાસાદિક ભાષામાં કર્યું છે કે સાધારણ રીતે ભાષાન્તરો ક્લિષ્ટ હોય છે તેવું આ નથી એ એનો સ્તુત્ય ગુણ છે. પૃષ્ઠ ટિપ્પણમાં તેમજ પરિશિષ્ઠમાં ભાષાન્તરકારે સાધારણ વાચકવર્ગને માટે ઉપયોગી નોંધ આપી છે. મૂળ ગ્રંથકાર શ્રીમાન ચંદ્રતિલકનું મહાકાવ્ય સુંદર છે, તે સરળ છે અને તેમાં ઉપમા અને અર્થાન્તરન્યાસ સ્થળે સ્થળે જોવામાં આવે છે. આવા સુંદર મહાકાવ્યને સરળ ગુજરાતી ભાષામાં વાચક સમક્ષ મૂકી રા. મોતીચંદે ગુર્જર સાહિત્યની સારી સેવા બજાવી છે. પુસ્તક ઉત્તેજનને પાત્ર છે. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી.
સુરત, તા. ૨૩-૧-૨૪
રા.રા. કૃષ્ણાલાલ મોહનલાલ ઝવેરી. એમ.એ., એલ.એલ.બી. મુંબઈની સ્મોલક્રૉઝીસ કોર્ટના ચીફ જડજ-એમણે આપેલો અભિપ્રાયઃA very readable production, One of the best Gujarati renderings of Sanskrit Mahakavyas yet published.
-
-
૩૦૬
“બુદ્ધિપ્રકાશ”ના માર્ચના અંકમાં.
કાવ્ય સાહિત્યનું આ એક કિંમતી પુસ્તક છે. સાહિત્ય અને ચારિત્રની દૃષ્ટિએ તેનું વાંચન હિતાવહ અને ઉપયોગી માલુમ પડશે અને એક વાર્તાની જેમ તે રસદાયક જણાશે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)