________________
૨૨૩-૧૭. વક્તૃત્વ ગુણને લીધે...ઈત્યાદિ. વક્તૃત્વશક્તિમાં ‘બૃહસ્પતિ' અને દાનેશ્વરીમાં ‘બળિરાજા' દૃષ્ટાન્તાસ્પદ છે. પણ આ રાજા તો એ બંનેથી ચઢી જતો.
૨૨૩–૨૧. આશ્રવ. સમયે સમયે નવાં નવાં કર્મો આવે એવું
વર્તન.
૨૨૩-૨૨. સંવર. સર્વ આશ્રવોના દ્વારનો નિરોધ કરવો. નવાં કર્મ ન બંધાય એવું વર્તન રાખવું.
૨૨૩-૨૨. નિર્જરા. આત્માને લાગેલાં કર્મો જરી' જાય એમ
કરવું.
૨૨૩-૨૪. ભાવના. ‘અનિત્ય' આદિ બાર ભાવના. (આ બાર ભાવનાનું બહુ સુંદર સ્વરૂપ આ ચરિત્રના બીજા ભાગમાં ગ્રંથકર્તાએ સમજાવ્યું છે. અથવા બીજી રીતે ‘ચાર' ભાવના પણ કહેવાય છે:મૈત્રીભાવના, પ્રમોદભાવના મધ્યસ્થભાવના અને કરૂણાભાવના.
૨૨૪-૨૦. ત્રણ સંધ્યા. પ્રાતઃ, મધ્યાન્હ અને સાંજ.
૨૨૪-૨૧. અાઈ. આઠ દિવસ. પાપારંભ ત્યજીને ધર્મકાર્યો જ કરવાના અમુક અમુક આઠ આઠ દિવસો કહ્યા છે તે અટ્ઠાઈ કહેવાય છે. વરસમાં એવી છ અઠ્ઠાઈ આવે છે. ફાગણ માસમાં, અષાઢ માસમાં અને કાર્તિક માસમાં-એમ ત્રણ ચાર્તુમાસને અન્તે ત્રણ; ચૈત્ર માસ અને આસો માસમાં નવપદ મહિમાની બે; અને પજુસણ પર્વની એક.
કલ્યાણક. જિન ભગવાનના પાંચ ‘કલ્યાણક' એટલે કલ્યાણકારી પ્રસંગો-દિવસો કહ્યા છેઃ ચ્યવન કલ્યાણક એટલે માતાના ગર્ભમાં આવ્યા હોય એ દિવસ; જન્મ-કલ્યાણક; દીક્ષાકલ્યાણક; કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય એ દિવસરૂપ કલ્યાણક; અને નિર્વાણ-કલ્યાણક.
૨૨૬-૮ ભૂંભિત. વિકાસ; બળવત્તા.
૨૨૭-૨૮. દર્શનાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર-એમ પાંચ ‘આચાર' કહ્યા છે. એમાં, ગુણવંતની પ્રશંસા ઇત્યાદિ આઠ બાબતોનો દર્શન-આચારમાં સમાવેશ થાય છે. જુઓ:
300
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)