________________
૧૩૯-૨૮. સંપ્રદાન. યોગ્યપાત્ર. એનો બીજો અર્થ “યોગ્ય વસ્તુ પણ થાય છે.
૧૪૦-૭. યતનાપૂર્વક. જીવજન્તુની વિરાધના ન થાય એવી રીતે-સાવધાનતાપૂર્વક.
૧૪૦-૧૬. આવશ્યક “આવશ્યક’ એટલે અવશ્ય કરવાની વિધિપ્રતિક્રમણ. સામાન્યતઃ તો આવશ્યક છે છે:- સામાયિક, ચઉવિસત્યો (ચોવીશ જિનની સ્તુતિ), વાંદણા (વંદનક), પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ (પ્રત્યાખ્યાન). પણ અહિં એ શબ્દ એના રૂઢ અર્થમાં વાપર્યો છે. અર્થાત અહિં આવશ્યક એટલે “પ્રતિક્રમણ' લેવું. “પ્રતિક્રમણ' નો અર્થ “પાપનું અણકરવું'- undo, remove, destory sins પાપ ટાળવું-પાપ દૂર થાય એવું ક્રિયાવિધાન કરવું-એમ મૂળ સૂત્રમાં અર્થ કર્યો છેઃ
“મૂળ સૂત્રે પડિક્કમણું (પ્રતિક્રમણ) ભાખ્યું પાપતણું અણકરવું.” અથવા પ્રતિક્રમણ' નો એમ પણ અર્થ થાય કે “શુભયોગ થકી અશુભ યોગને વિષે ગમન થઈ ગયું હોય એમાંથી પાછું શુભ યોગને વિષક્રમણ કરવું (પ્રતિ ક્રમણ કરવું).”
સ્વાધ્યાય. ભણવું-ભણેલું વિચારવું. વાચના. ગુરૂ પાસેથી નવો પાઠ લેવો.
૧૪૦-૨૨. જેમ કાષ્ટ ઊંચકવામાં-ઉપાડવામાં “હાથ'નું કામ પડે છે, “ચપટી' કામ આવતી નથી; તેમ સાધુને રાત્રીના સંથારા માટે જગ્યા નિર્માણ કરી આપવામાં એનો દીક્ષાપર્યાય જોવાનો હોય છે; નહિં કે એની પૂર્વની સંસારી પદવી.
૧૪૦–૨૪. કુમુદપુષ્પોના સમૂહની પેઠે નિદ્રા આવી નહિં. કુમુદ પુષ્પોની જેમ ઉન્નિદ્ર રહ્યો. મેઘકુમાર, ઉન્નિદ્ર-નિદ્રા આવ્યા વિનાનો; કુમુદો (ચંદ્રવિકાસી કમળો), (રાત્રીએ) ઉન્નિદ્ર-અણ બીડાયલા-વિકસિત.
૧૪૧-૪. જિનમુદ્રા. ધ્યાન ધરતી વખતે જિનપ્રભુ ઉભા રહે એમ ઉભા રહેવું. બે ચરણ વચ્ચેનું અત્તર આગળ ચાર આંગળનું હોય, અને પાછળ એથી કંઈક ન્યૂન હોય એવી રીતે.
૧૪૧-૫. પાંચ શક્રસ્તવાદિક. શક્ર એટલે ઈન્દ્રમહારાજ એમણે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૫