SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, દેવોના વૃન્દ એની સમીપે બેઠાને બેઠા જ રહે છે. ૧૨૧-૮. ઐન્દ્ર વ્યાકરણ. પ્રભુને નિશાળે મોકલવામાં આવ્યા ત્યારે ત્યાં, પ્રભુમાં તો સર્વ વિદ્યાઓ વિદ્યમાન છે-એમ એના વિદ્યાગુરૂને બતાવવા માટે, ઈન્દ્ર સ્વર્ગથકી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા; અને ગુરૂના દેખતાં કેટલાક પ્રશ્ન પ્રભુને પૂછયા હતા. એ પ્રશ્નોના ઉત્તર ગુરૂ પોતે પણ ન આપી શકયો અને પ્રભુએ તો સર્વ શંકાઓનું સઘ સમાધાન કર્યું. (પછી ઈન્દ્ર પોતાનું રૂપ પ્રકટ કર્યું હતું). એ વખતે જે પ્રશ્નોત્તરી થઈ હતી તેનો એક ગ્રંથ થયો, જેને “ઈન્દ્ર' ના નામ પરથી ઐન્દ્ર વ્યાકરણ કહેવામાં આવ્યું. ૧૨૧-૧૪. ગ્રીષ્મઋતુમાં જળાશયોમાં જળ વૃદ્ધિ પામે છે એમ. વાવ, કુવા વગેરેમાં ઉન્હાળામાં જળ ઉંચા આવે છે એ સુપ્રસિદ્ધ ૧૨૧–૧૮. જઘન્ય પદ. સૌથી ઉતરતું-સંસારી તરીકેનું પદ. કહેવાની મતલબ એ છે કે આપનો જન્મ થયો ત્યારથી, અને સંસારમાં હતા તે વખતે પણ, દેવતાઓ આપની સેવામાં હાજર ને હાજર હતા. (સંસાર ત્યજી સાધુ થયા એ એ કરતાં ચઢતું પદ. અને હવે કેવળજ્ઞાનના ધણી થયા છે એ એથી પણ ઉંચું-ઉત્કૃષ્ટ પદ). ૧૨૧-૧૩. સંગમક દેવ. આ સંગમક દેવે શ્રીવીરને અનેક પ્રાણાંત ઉપસર્ગો કર્યા હતા. ૧૨૨-૬. સર્વ કોઈની ભાષાને અનુસરતી વાણી. પ્રભુ દેશના આપે એ સૌ કોઈ–દેવ મનુષ્ય અને તિર્યંચ સુદ્ધાં પોતપોતાની ભાષામાં સમજી જાય એવી ભાષા પ્રભુની હોય. આ પણ પ્રભુનો એક અતિશય' અર્થાત ઐશ્વર્ય છે. ૧૨૨-૬. યોજન પર્યન્ત પ્રસરતી વાણી. એક યોજન સુધીમાં સંભળાય એવી વાણી પ્રભુની હોય. આ પણ એક “અતિશય.” ૧૨૩-૧૩. રાજા ગાયોનાં ટોળાં...ઈત્યાદિ. પૂર્વે એમ બનતું કે એક રાજાને બીજા પડોશના રાજાની સાથે શત્રુતા હોય તો એ રાજાના ગામની ગાયો સીમમાં ચરવા ગઈ હોય ત્યાંથી એને સ્થાને ન જવા દેતાં, રાજસેવકો મોકલી રૂંધીને-અટકાવીને વાળી લઈ જતા. એને “ધણ' અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૭૭
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy