SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪–૧૮. શરીર સુગન્ધમય...ઈત્યાદિ. અહિંથી શરૂ કરીને શ્રી જિન પ્રભુના જે ચોત્રીશ “અતિશય' (ઐશ્વર્ય) Extraordinary Superhuman Qualifications કહેવાય છે તે વર્ણવ્યા છે. ૧૧૫-૭. વિરૂપપણું. (૧) અરૂપીતા, (૨) કદ્રુપતા. ૧૧૫-૮. પ્રષ્ટભાગે. કારણ કે સામેનો પવન નહિં સારો; પીઠનો-પાછળનો સારો. ૧૧૫-૧૧. ભાવકંટકો. કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અભ્યત્તર શત્રુઓ. ૧૧૬-૧૭. સૂત્રાનુયોગને વિષે સુખે પ્રવેશ કરવાને...ઈત્યાદિ. સૂત્રગ્રંથો સહેલાઈથી સમજી શકાય માટે. પૂર્વાચાર્યોએ ચાર “દ્વાર' રચ્યા છે. જેનો પ્રથમ અભ્યાસ થયો હોય તો સૂત્રો સુખે-સહેલાઈથી સમજી શકાય છે. દ્રવ્ય-અનુયોગ, ચરણકરણ-અનુયોગ, ગણિત-અનુયોગ અને ધર્મકથા-અનુયોગ-એ ચાર અનુયોગરૂપી ચાર દ્વારો સમજવાં. ૧૧૬-૨૨. દેવચ્છંદ. સમવસરણને વિષે, પાછળ, તીર્થકર મહારાજાને દેશનાને અને વિશ્રામ લેવાને માટે દેવતાઓએ રચેલું pellolagu-Chamber. ૧૧૭–૧૬. ભામંડળ. ભા-કાન્તિ-મંડળ. પ્રભુનું સર્વ તેજ લોકો સહન ન કરી શકે, એની સામું જોઈ જ ન શકે, માટે, એવું ભામંડળ. હોય તો એને વિષે એ તેજ સંક્રમણ થાય ને ત્યાં પણ રહે. એમ ભાગ પડી જાય એટલે પછી જોનારને મુંઝવણ ન રહે. (અત્યારે જે જે સ્થળે વીજળીની બત્તીનાં કારખાનાં છે ત્યાંથી એનો પ્રવાહ current જોસબંધ આવે, અને જેટલો આવે તેટલો વપરાય નહિં તો સામટો એકત્ર થયેલો નુકસાન કરી બેસે, યન્ત્રકામ ફાડી નાખે, માટે વધારાનો ઝીલવાને-સંઘરવાને વચ્ચે વચ્ચે સ્ટેશનો કર્યા. છે ત્યાં એનો સંગ્રહ થાય છે. આ વાત સમજવાથી ભા-મંડળના ઉપયોગની વાત ધ્યાનમાં ઉતરશે). ૧૧૮-૯. અન્યોઅન્ય મત્સરભાવને ધારણ કરતા પ્રાણીઓ ...ઈત્યાદિ. આ વા મહાત્માની હાજરીમાં એવાનું સ્વાભાવિક વેર જતું રહે છે. અન્યત્ર પણ કહ્યું છે કે – અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૭૫
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy