SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ એને એની ઉપમા શી રીતે આપવી ? જુઓ કે કદળી એટલે કેળ એકજ વાર ફળનારી, અને આ સ્ત્રી જાતિ હમેશ સંતતિ રૂપી ફળ આપનારી; કેળ સારરહિત મધ્યભાગવાળી (કેમકે એને છેક ટોચે ફળ આવે છે), અને આ સ્ત્રી સર્વત્ર સાર-સત્વ-વાળી. ૭૪-૪. વિશાળ નેત્રો ઈત્યાદિ. સુંદર સ્ત્રીઓ સાધારણતઃ મૃગનયની, હરિણાક્ષી-એવાં નામથી સંબોધાય છે પણ આનાં તો એ પ્રાણીઓ કરતાં પણ વિશાલ નેત્રો છે. ૭૪-૭. રકતતા અને કાત્તિમાં કોણ વધે છે એ બાબતમાં નીવેડો લાવવા આના ચરણો કમળો સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એમાં કમળો હારી જવાના ભયથી જ જાણે જળરૂપી દુર્ગમાં પેસી ગયા છે તે હજુ ત્યાંને ત્યાં છે. હજુ, એમનો ભય ગયો નથી ! ૭૪-૨૧. ધૃણાક્ષર ન્યાયે. ઘુણ નામનાં જીવડાં કાષ્ટને કોતરે છે. એ કોતરતાં વખતે અચાનક અક્ષર પડી જાય છે–એવી રીતે; અજાણતાં. ૭૫-૪. અમૃતનો જનક ક્ષીર સાગર છે. અમૃત ક્ષીરસાગરમાંથી નીકળ્યું હતું, એટલે ક્ષીરસાગર (સમુદ્ર) એનો પિતા કહેવાય. ૭૫-૬. કયા પુરૂષોત્તમની સાથે...ઈત્યાદિ. એક લક્ષ્મી તો પુરૂષોત્તમ (વિષ્ણુ)ને વરી હતી; પણ આ કયા પુરૂષોત્તમ (ઉત્તમ પુરૂષ) ને વરશે તે મારાથી કહી શકાય નહિં કારણ કે એ વાત વિધિના હાથમાં છે. સરખાવો:- ૨ નાને મોસ્તારું મિદ સમુપસ્થાસ્થતિ વિધ: શકુન્તલા અંક ૨ શ્લો. ૧૦. ૭૫-૮. કરગ્રહણ કરવો (૧) કર-વેરો tax લેવો; (૨) કરપાણિ ગ્રહણ કરવું–પરણવું. ૭૫-૧૧. ધૃતની ધારા. ધારે ઘી-બ્રાહ્મણોમાં પીરસાય છે એવી રીતનું. ૭૬-૧. વાહિક ગોત્ર...ઈત્યાદિ. વાહિક ગોત્ર “હૈયય કરતાં ઉતરતું હશે. ૭૬-૧૯. સર્વ કળાઓનો નિધિ...ઈત્યાદિ. સંપૂર્ણ કળામાં પ્રકાશતો હોઈને આકાશરૂપી ઉત્કૃષ્ટ રથને દેદીપ્યમાન કરવામાં સૂર્ય અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૬૭
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy