________________
સરલ સ્વભાવવાળા આવા સૂરિજીને વંદન કરીને જિનદત્ત ઊભો થયો એટલે કોઈ યોગી જેવા જણાતા પુરુષે એને એકાંતમાં લઈ જઈને કહ્યુંહે શેઠ ! તમને ગુરુજીએ એક મોટા માણસ કલા છે, માટે તમે જો મારી પ્રાર્થનાનો ભંગ ન કરો તો હું તમારી પાસે કંઈ યાચના કરું. શેઠે “મારી સ્થિતિ તો આવી છે એ પ્રત્યક્ષ છે, માટે એ શું માગે છે એ જોઉં તો ખરો” એમ વિચારીને કહ્યું- હે ભદ્ર ! તારે ઈષ્ટ હોય તે કહી દે. એટલે પેલાએ કહ્યું–મારી પાસે દારિદ્રયને હાંકી કાઢનાર એવો એક ઉત્તમ મંત્ર છે તે તને આપું છું તે લે; કારણ કે તારા જેવું બીજું કોઈ પાત્ર (ઉત્તમ પાત્ર) નથી. જિનદત્તે કહ્યું- હે ભદ્ર એ મંત્ર તો તારી પાસે ભલે રહ્યો; મારે હવે ધર્મ કરવાનો સમય છે, ધના સંચયનો નથી. એ સાંભળી પેલાએ કહ્યું-મેં તારી પાસેથી પહેલેથી જ માગી લીધું છે. માટે હવે કૃપા કરીને આ મંત્ર ગ્રહણ કર; અને આગ્રહ ત્યજી દે. એ પરથી શ્રેષ્ઠીએ વિચાર્યું–સર્વ લોકો તથા મારા પુત્રો પણ એકમતે કહે છે કે ધર્મમાં કાંઈ નથી; જો હોત તો, જે જિનદત્ત પૂર્વે આવો વૈભવવાળો હતો તે આજે આમ દારિદ્રય શિરોમણિ થાત નહીં, માટે આવો વિકલ્પ નાશ કરવાને તથા ધર્મની ખ્યાતિને અર્થે હું આ પુરુષ આપે છે તે મંત્ર ગ્રહણ કરું.
એમ વિચારીને શેઠે પેલાને કહ્યું-જો એમ જ હોય તો ભલે આપો. પેલાએ પણ એને પ્રીતિપૂર્વક એ મંત્ર કે જેનો નવ અક્ષરમાં સમાસ થતો હતો તે આપ્યો અને કહ્યું કે એનો એકસોને આઠવાર જપ કરવો. શેઠે તે પરથી કૃષ્ણા ચતુર્દશીને દિવસે શ્મશાનને વિશે જઈને વિધિ પ્રમાણે એનો જપ કર્યો એટલે તો સ્વર્ગ થકી એક વિમાન ત્યાં આવ્યું તેમાંથી આમ તેમ હાલતાં કુંડળવાળો એક દેવતા નીકળીને કહેવા લાગ્યો-હે શ્રેષ્ઠી ! તેં મને કેમ યાદ કર્યો ? જિનદત્તે કહ્યું- હે દેવ ! કેમ, તે તું પોતે જાણે જ છે. દેવતાએ કહ્યું-જો એમ હોય તો તારે જોઈએ તે માગી લે. શેઠે કહ્યું–પુષ્પવાળીએ આપેલાં પુષ્પો વડે મેં જિનેશ્વરની પૂજા કરી એનું મેં જે પુણ્ય ઉપાર્જન થયું હોય તેનું ફળ તું મને આપ. બાકી જિનેશ્વરના મંદિર-તીર્થયાત્રા આદિ કરવાથી મેં જે ઉપાર્જન કર્યું
૨૨૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)