________________
વળી ઉત્સવ હોય ત્યારે મોટા ઠાઠમાઠથી, વિધિ પ્રમાણે, રથયાત્રાસંગીતક (ગીત-વાદ-નૃત્ય) વગેરે સહિત હું આપની ભક્તિ કરતો. અને એક આવો દિવસ પણ આવ્યો છે કે જ્યારે હું દુ:ખી છું અને પારકાં પુષ્પો લઈને આપની પૂજા કરું છું. નિશ્ચયે કોઈ ધર્મકાર્ય કરતા ધર્માત્મા પુરુષને મેં અંતરાય કર્યો હશે તે આજે આવીને ઊભો રહ્યો છે. આમ ભાવના ભાવતાં શેઠનું મન અત્યંત આર્દ્ર થયું. એણે જિનપ્રભુની પૂજા કરી બહાર આવી ચૈત્યવંદન કર્યું.
પછી વસ્ત્ર બદલી, ધર્મઘોષ આચાર્ય વ્યાખ્યાન કરતા હતા ત્યાં ગયો; જઈને સૂરિશ્રીને વંદન કરીને સભાને છેડે બેઠો. સૂરિશ્રીએ એમને મહાન્ સંભ્રમસહિત ધર્મલાભ દીધો. “વ્યાખ્યાન કરતા હોય છે ત્યારે સૂરિજી કોઈ ધનવાનનો પણ આવો ગૌરવ કરતા નથી માટે શું રાજા તો નથી આવ્યા” એમ વિચારી શ્રોતાજનોએ પાછું વાળીને જોયું તોહાથમાં લાકડી છે, મલિન અને ફાટેલાં વસ્ત્રો પહેર્યાં છે, કરચલીવાળી ચામડી લટકે છે, હાડપીંજર દેખાય છે, મસ્તકે શ્વેતવાળના ગુંચળા છે એવા જિનદત્ત શેઠને ભાળ્યો. એઓ વિચારવા લાગ્યા, અહો ! આ વૃદ્ધ રંપ્રાય જિનદત્તનો સૂરિજીએ કોઈ કારણને લઈને મહાસત્કાર કર્યો છે. એટલામાં તો ગુણીજનનું બહુમાન કરતા એવા સૂરિશ્રીએ શેઠને, આગળ આવો, આગળ આવો એમ કહ્યું. પણ શેઠ બોલ્યાહે પ્રભુ ! અહીં જ ઠીક છે. એમ કહે છે ત્યાં તો શ્રાવકોએ એમને લઈને સૂરિશ્રીની પાસે જ બેસાડ્યા. એ વખતે સૂરિશ્રીએ કહ્યું-અહો શ્રાવકો ! એક ચિત્તે સાંભળો-આ જિનદત્ત શેઠ ઉત્તમ શ્રમણોપાસક છે. એણે જ આ ચોવીશ જિનેશ્વરનું મંદિર કરાવ્યું છે. એણે વળી ઘણે સ્થળે જિનાલયો તથા ઉપાશ્રયો કરાવ્યા છે, સાધર્મી વાત્સલ્ય કર્યા છે, અનેક તીર્થયાત્રા કરી છે, તથા વંદન-પ્રતિક્રમણ-તપશ્ચર્યા આદિ પણ ઘણી કરી છે. ધન્ય છે એના પુણ્યકાર્યોને, એના ઉત્તમ જન્મને, એની શ્રેષ્ઠબુદ્ધિને, એના ધર્મિષ્ઠપણાને અને એના ધૈર્ય તથા ગાંભીર્યને !
આ પ્રમાણે સૂરિશ્રીએ પોતે જિનદત્તની પ્રશંસા કરી, કારણ કે ગુણોની પ્રશંસા કરવી એને આગમને વિષે દર્શનાચાર કહ્યો છે. પછી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૭