________________
એને જિનદાસી નામે ડહાપણ-વિનય-સૌંદર્ય શીલ આદિ ગુણોએ યુક્ત સ્ત્રી હતી. જિનદત્ત શેઠને જિનદાસીની કુક્ષિથી, જાણે ઘરનો ભાર ધારણ કરવાને ચાર મૂળ સ્તંભો હોય નહીં એવા નાગદેવ-જિનદેવ ધનદેવ અને સોમદેવ નામના પુત્રો થયા હતા. એમને અનુક્રમે નાગશ્રી, જિનશ્રી, ધનશ્રી અને સોમશ્રી નામની શીલરૂપી સુગંધે યુક્ત સ્ત્રીઓ હતી. ઘેર કામકાજ કરનારા દાસદાસીઓ હોવાથી શેઠના પુત્રો અને પુત્રવધુઓ, મણિ-સુવર્ણના આભૂષણો ધારણ કરી સુખમાં રહેતા હતા. જિનદત્ત શેઠ તો સમેતશિખર-અષ્ટાપદ આદિ તીર્થોની, અનર્ગલ દ્રવ્ય ખરચી ઘણીવાર યાત્રા કરવા જતો-શ્રીસંઘની ભક્તિ કરતો-પુસ્તકો લખાવતો અને જિનમંદિરોનો તથા સાથે દુઃર્બળ શ્રાવકોનો પણ ઉદ્ધાર કરતો.
વળી એણે વસંતપુર નગરને વિષે જ જાણે દેવતાઓનું વિમાન હોય નહીં એવું, કાન્તિ યુક્ત ફરસબંધીવાળું, અત્યંત સુંદર જિનમંદિર કરાવ્યું-તે ઊંચા શોભીતા સ્તંભોને લીધે મનહરણ કરતું હતું, તેમાં હાલતી પુતળીઓ અને સુવર્ણના કુંભોએ કરીને યુક્ત મંડપ તથા ગજ-અશ્વ અને મનુષ્યોની બેઠકો કરેલી હતી. વળી એ એક પર્વતના શિખર જેવું મહાપ્રમાણવાળું, સુવર્ણના દંડ અને કળશથી તથા ઘણા તોરણને લીધે રમ્ય જણાતું હતું. એ જિનમંદિરમાં એણે શ્રી આદીશ્વર ભગવાનની અદ્વિતીય પ્રતિમાનું અને (એમ કરીને) સુગતિને વિષે પોતાના આત્માનું સ્થાપન કર્યું. આ મંદિરને વિષે એ ત્રણે સંધ્યાએ ગીતવાદ્ય આદિથી મનોહર એવી દેવપૂજા કરવા લાગ્યો. વળી અન્નઈ, કલ્યાણક તથા ચતુર્માસાદિ પર્વોને વિષે તો એ હર્ષોલ્લાસથી વિશેષ મહિમા કરવા લાગ્યો.
આ પ્રમાણે જિનદત્ત શ્રેષ્ઠી ધર્મકાર્યને વિષે તત્પર રહેતો હતો, એવામાં દુષ્કર્મના યોગે એની લક્ષ્મી જતી રહી; અથવા કુલટાસ્ત્રીની પેઠે એ ક્યાંય પણ સ્થિર રહેતી નથી. એમ થવાથી નગરને વિષે પોતાનો નિર્વાહ ન ચાલતો જોઈ, એ કુટુંબ પરિવારને લઈ ગામડામાં રહેવા ગયો; કારણ કે દારિદ્રતા હોય ત્યાં શું સારું હોય ? ગામડામાં છાશદહીં-ઈંધન-પાણી આદિની છત હોય છે માટે જ દુર્બળ લોક ત્યાં રહેવાનું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૨૪