________________
એટલે હવે સ્વામીએ શ્રીમતીએ કહ્યું- હે પતિવ્રતા ! રોહિણીને જેમ બુધ તેમ તને હવે આ પુત્ર સહાયકર્તા થયો છે. માટે મને રજા આપ કે જેથી હું પુનઃ વ્રત આદરું; કારણ કે પાશ થકી જેમ પક્ષી તેમ હું આ ગૃહસ્થાશ્રમ થકી નીકળી જવા ઈચ્છું છું. જો તું હા નહીં કહે તો હું દીક્ષા નહીં લઉં; કારણ કે એ વારંવાર ગ્રહણ કરવી અને મૂકી દેવી એ બાળકની રમત કહેવાય.” શ્રીમતી તો આ પરથી આ વૃત્તાન્ત પોતાના પુત્રને જણાવવાને રૂ કાંતવાનો રેંટીઓ અને પુણી લઈને બેઠી; કારણ કે સ્ત્રીઓને એકદમ બુદ્ધિ સૂઝી આવે છે.
માતાને રૂ કાંતતી જોઈને પુત્ર બોલ્યો-હે માતા તેં આ સામાન્ય માણસોની પેઠે શું કરવા માંડ્યું ? માતાએ કહ્યું-હે વત્સ ! તારા પિતા દીક્ષા લેવાના છે તેથી મેં એ આદર્યું છે; કારણ કે પતિ વિનાની સ્ત્રીઓને પ્રાયઃ એજ આજીવિકા છે. એ પરથી પુત્ર લાડવાળાં, વિશ્વાસજનક શબ્દોથી માતાને કહેવા લાગ્યો-હું મારા પિતાને બાંધી રાખીશ; પછી એ કેમ કરીને જશે ? એમ કહીને એણે ટીઆ પરથી સૂતરનો તાંતણો લઈને, ચોથું મંગળ ફરતી વખતે સાળો વરના ચરણ બાંધે છે તેમ, પિતાના ચરણ બાંધ્યા. પછી કહેવા લાગ્યો-માતા ! તું હવે ભય રાખીશ નહીં. મેં મારા પિતાને સજ્જડ બાંધ્યા છે, એટલે એ કર્મથી બંધાયેલા સંસારી જીવની પેઠે અહીંથી છુટી જઈ શકશે નહીં.
એટલે આÁકકુમારે પણ વિચાર્યું-અહો ! આ બાળને પણ નારંગી આદિ ફળને વિષે હોય તેવો મારે વિષે કોઈ અવર્ણનીય સ્નેહ છે. માટે આ મારા પગ પર પુત્રે સૂતરના જેટલા આંટા દીધા છે તેટલા વરસ પર્યન્ત હું ગૃહસ્થાશ્રમને વિષે રહીશ; કારણ કે એ આંટા અદષ્ટ જ દેવરાવ્યા છે. એમ કહી એણે એ આંટા ગણી જોયા તો સ્વર્ગમાર્ગની આડા બંધ હોય નહીં એવા બરાબર બાર થયા. આમ એ આદ્રકકુમાર વ્રત લેતાં અટક્યો; માટે જ વિદ્વાન લોકો કહે છે કે મોટા માણસોના પણ યાંતિ વધુ વિનાનિ ઉત્તમ કાર્યો બહુ વિપ્નયુક્ત હોય છે. આ પ્રમાણે શ્રીમતીએ પુત્ર દ્વારા પતિને વ્રત ગ્રહણ કરતા અટકાવ્યા; કારણ કે અન્ય ઉપાયથી સિદ્ધિ થતી હોય ત્યાં સુધી વૈર કોણ ઉત્પન્ન કરે ?
૨૧૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)