________________
ગાઢ મૈત્રી થાય છે. કારણ કે નિ:સંશય અર્ધ ભાગ અર્ધ ભાગોની સાથે, અને ચતુર્થ ભાગ ચતુર્થ ભાગોની સાથે જ મળી જાય છે. માટે કોઈપણ ઉપાયથી એ આર્દ્રકકુમારને એવી રીતે પ્રબોધ પમાડું કે જેથી એ પોતાના ચિત્તને ધર્મને વિષે યોજે. માટે એક ભેટ તરીકે હું એને જિનેશ્વરની પ્રતિમા મોકલું કે જેથી એ જોઈને કદાચિત્ એને પોતાનો પૂર્વજન્મ સ્મરણમાં આવશે.”
એમ વિચારીને મૂર્તિમાનૢ ચિન્તારત્ન હોય નહીં એવી જાતિનંત રત્નોની બનાવેલી શ્રી આદિદેવની એક અપ્રતિમ પ્રતિમાને ઘંટિકાધૂપદહન† પ્રમુખ ઉપકરણો સહિત, ભવસાગર તરી જવાને માટે એક હોડી હોય નહીં એવી મંજુષાને વિષે મૂકી એને દ્વારે તાળું દઈ પોતાની મુદ્રાથી મુદ્રાપિત કરી. અભયકુમારના આવા બુદ્ધિવૈભવે દેવતાઓના ગુરુ બૃહસ્પતિના ચિત્તને વિષે પણ નિશ્ચયે આશ્ચર્ય ઉત્પન્ન કર્યું; કારણ કે એણે અભવ્ય અથવા દુરભવ્ય ઈત્યાદિનો પોતાની મેળે નિશ્ચય કરી એ આર્દ્રકકુમારને પ્રતિબોધ પમાડવાને આવો ઉપાય યોજ્યો. પછી જ્યારે શ્રેણિકરાજા આર્દ્રકરાજાના માણસને મોટી મોટી ભેટો આપીને વિદાય કર્યો (કારણ કે સત્પુરુષો સ્નેહની વૃદ્ધિ થાય એવાં કાર્યો કરે છે) ત્યારે અભયકુમારે પણ તેનો સારી રીતે સત્કાર કરીને પેલી પેટી તેને સોંપી અને કહ્યું કે-તું મારા બાન્ધવ આર્દ્રકકુમારને આ પેટી આપજે અને મારીવતી કહેજે કે-તારે એકલાએ એ પેટી એકાન્તમાં ઉઘાડવી અને તેમાં રહેલી વસ્તુને આદર સહિત જોવી; પણ બીજા કોઈને એ બતાવવી નહીં.”
પેલા માણસે અભયકુમારનું કહેવું હર્ષ સહિત સાંભળી લીધું; અને પોતાને નગરે જઈ પોતાના સ્વામી આર્દ્રકરાજાને આપવાની હતી એ ભેટો આપીને પછી આર્દ્રકકુમારને પણ પેલી મંજુષા સોંપી; અને અભયકુમારનો સંદેશો સ્ફુટપણે કહ્યો. ત્યાર પછી આર્દ્રકકુમારે પણ એકાન્તમાં જઈ પેલી પેટી ઉઘાડી; તો, પરમાત્માની કળા જેવી, યુગાદિ ભગવાનની
૧. જેમાં ધૂપ બાળવામાં આવે છે તે. (ધૂપધાણું). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૧