________________
નિધાનવાળા, સચ્ચક્રને આનંદ આપવાવાળા તથા વૃતના વિધ્વંસને વિષે દક્ષ એવા દિનપતિ–સૂર્યની પેઠે અત્યંત ભાગ્યવાન એવા મારા સ્વામી સર્વ પ્રકારે કુશળ છે.
પછી આદ્રકકુમારે પોતાના પિતાને પૂછ્યું-હે તાત ! આપને જેની સાથે દિવસ ને રવિની જેવી પ્રીતિ છે એ આ શ્રેણિકરાજા કોણ છે ? આદ્નકરાજાએ કહ્યું હે વત્સ ! એ શ્રેણિકરાજા મગધ દેશનો અધિપતિ છે તેના પૂર્વજોની સાથે આપણા પૂર્વજોને સદા મિત્રાચારી હતી. તે સાંભળી વસન્તમાસની શરૂઆતમાં આમ્રવૃક્ષ પુષ્પોથી પૂરાઈ જાય તેમ, આÁકકુમાર ઊભરાઈ જતા હર્ષના રોમાંચથી પૂરાઈ જઈ આ પ્રમાણે કહેવા લાગ્યો- હે સચિવ ! ચંદ્રમાને જેમ બુધ તેમ શ્રેણિકરાજાને સર્વગુણ સંપન્ન એવો કોઈ પુત્ર છે કે નહીં ? હું તેની સાથે સત્યને અને પવિત્રતાને તથા ન્યાયને અને ગૌરવને છે તેવી શાશ્વતી મૈત્રી કરવા ઈચ્છું છું.
સચિવે ઉત્તર આપ્યો-હે સ્વામિન ! અમારા શ્રેણિકમહારાજાને પાંચસોએ મંત્રીઓમાં મોટો અભયકુમાર નામે પુત્ર છે. એ ઉત્પત્તિકી બુદ્ધિનું તો જાણે ધામ છે, કરૂણામૃતનો સાગર છે, અને પરોપકાર કરવાને વિષે નિરંતર તત્પર છે. વળી એ કલાવાન, ધર્મવેત્તા તથા પરાક્રમી છે; એટલું જ નહીં પણ યાચકોના મનોવાંછિત પૂર્ણ કરવાને વિષે કલ્પવૃક્ષ સમાન છે, ગુણ અને અગુણના ભેદ જાણનારો છે, કૃતજ્ઞા છે તથા લોકપ્રિય છે. તમે એને દષ્ટિએ તો વખતે નહીં જોયો હોય, પણ શું તમે એના વિષે કાને સાંભળ્યું પણ નથી ? શું સહસ્ત્રકિરણસૂર્યને કોઈ ન જાણતું હોય એમ બને ખરું ? સકળ પૃથ્વીને વિષે એવા કોઈ પણ ગુણો નથી કે જેઓએ આકાશને વિષે તારાગણની જેમ એનામાં વાસ નહીં કર્યો હોય.
પછી આદ્નકરાજાએ કહ્યું- હે પુત્ર ! તું શ્રેણિકરાજાના પુત્રની સાથે મિત્રાચારી કરવા ધારે છે એ બહુ યુદ્ધ છે; કારણ કે કુલકમાગત રીત-રિવાજને કોણ નથી અનુસરતું ?” આવો પિતાનો આદેશ સાંભળીને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૧૯૯