________________
સર્વના પગલાં સમાઈ જાય છે.'
એ જંબૂદ્વીપને વિષે ધર્મરૂપી કણલક્ષ્મીને મેઘસમાન ભરતખંડ નામનો ખંડ છે; તે, સાધુનો ધર્મ જેમ છ વ્રતમાં વહેંચાયેલો છે તેમ 'છ ભાગમાં વહેંચાયેલો છે. “એ લવણ જળના પૂરના આગમનને રૂંધનારા અને (તેથી) વૈતાદ્યરૂપી સ્થિર પડેલા બાણને સંધાન કરવાને ઈચ્છાતુર એવા જંબૂદ્વીપે, એ લવણસમુદ્રના ઉચ્છેદને અર્થે ખેંચેલું જગતીના કોટરૂપી પીઠવાળું અને હિમાદ્રિરૂપી પણછવાળું જાણે એક ધનુષ્ય હોય નહીં એવો દેખાય છે. વળી એ નિઃસંશય વસુંધરારૂપી સ્ત્રીનું લલાટ છે, કારણકે એને પણ ગંગા એજ જાણે તિલક. આમ છતાં પણ એને અષ્ટમીના ચંદ્રમાનું સાદશ્ય અપાય નહિ, કારણકે એ ચંદ્રમા તો એના હજારમા ભાગની કળાનો યે ધારણ કરનારો નથી.’
આ ભરતખંડમાં મગધ નામનો એક દેશ છે. એ નિશ્ચયે સ્વર્ગનો જ એક વિભાગ હોય નહીં એવો છે કારણકે એને પામીને પંડિતો અમર થયા છે. ત્યાંના સરોવર માનસ સરોવર જેવાં છે. નદીઓ સ્વર્ગ ગંગા
૧. પગલામાં મોટામાં મોટું પગલું હસ્તિનું, તેમ ભૂમિમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થકરની જન્મભૂમિ; માટે એ ભૂમિનું વિશેષ વર્ણન શું કરવું ? ૨. ધાન્ય. ૩. સાધુના છ વ્રતઃ પ્રાણાતિપાત વિરમણ (જીવહિંસા ન કરવી તે), મૃષાવાદ-વિરમણ (અસત્ય ન બોલવું તે), અદત્તાદાનવિરમણ (ચોરી ન કરવી તે), બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, (પાસે દ્રવ્ય ન રાખવું તે), રાત્રિભોજનત્યાગ. ૪. વૈતાદ્ય અને હિમાદ્રિ પર્વતોથી, તથા ગંગા અને સિધુ નદીઓથી ભરતક્ષેત્રના છ ભાગ પડેલા છે તે આ પ્રમાણે : બે સિલ્વખંડ, બે મધ્યખંડ, બે ગંગાખંડ. ૫. એ (ભરતખંડ)............ જાણે એક ધનુષ્ય હોય નહીં ........ (આમ સંબંધ છે).
૬. લલાટને વિષે તિલક જોઈએ; તો ભરતક્ષેત્રરૂપી લલાટને વિષે (લલાટાકારે વહેતી) ગંગાનદી-એજ (જાણે) તિલક. ૭. ભરતક્ષેત્રને લલાટ ઠરાવ્યું ત્યારે સર્વ લલાટને અષ્ટમીના ચંદ્રની ઉપમા અપાય છે તેમ એને પણ એ સાદેશ્ય આપવું જોઈએ; પણ કવિ કહે છે કે એને એ સાદૃશ્ય અપાય નહિ. ૮. કવિની આ ઘટના કળા શબ્દના બે અર્થ ઉપર છે. કળા= (૧) ચંદ્રમાની કળા digit (૨) એક જાતનું માપ ભરતખંડ, ૧૯ કળાનો એક યોજન એવા પ૨૬ યોજન અને ૬ કળાનો છે. એટલે કે (૫૨૬ x ૧૯) + ૬ = ૧૦,૦૦૦ કળાનો છે અને અષ્ટમીના ચંદ્રમાની તો ૮ જ કળા છે તે ૧૦,૦૦૦ કળાનો ૧,૦૦૦ મો ભાગ પણ ન થયો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)