________________
છે માટે સર્વ લોકને વિષે તું જ એક કલાનિધાન છો.
માટે હે પુત્ર ! આ વીરતીર્થકર મર્યાદિના ત્રણ ગઢને વિષે વિરાજતા છતાં પોતાના ધર્મની દેશના આપે છે તો તું જાણે બહેરો હો તેમ તેમનું વચન કદિ પણ કાને સાંભળીશ નહીં. હે પ્રિય વત્સ એમ છતાં પણ જો કદાપિ તું એ સાંભળે તો એ પ્રમાણે કદી અનુવર્તન કરીશ નહીં. આ પૃથ્વીને વિષે લોકો વિદ્યાથી જ જેમ, તેમ, એમની પાસે કોઈ લોકોત્તર કળા છે એનાથી ઠગાય છે. તુંડને તેમજ મુંડને સર્વતઃ મુંડનારું એવું એમનું વચન જે કોઈ શ્રવણ કરે છે તેને પગબાંધેલા રાસભની પેઠે બ્રહ્મચર્ય પાળવું પડે છે અને રોગીજનની પેઠે લાંઘણો કરવી પડે છે, એટલું જ નહીં પણ એના દ્રવ્યનો વિનાશ થાય છે અને એને ભિક્ષા માગી માગીને ખાવાનો વખત આવે છે. અથવા તો આ વિષે વધારે શું કહું ? એવો માણસ દેહથી-વર્ણથી અને સંપત્તિથી ટળી જાય છે.
તેટલા માટે હે પુત્ર ! એ વીરના વાક્ય શ્રવણ સિવાય બીજું તને જે ગમે તે સર્વદા કરજે. જો તું આ પ્રમાણે પ્રવર્તીશ તો તને સર્વ પ્રકારે સકળવૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. મારે તારા જેવો કાર્યદક્ષકુળભૂષણ અને બુદ્ધિશાળી પુત્ર હોવાથી, ધનાઢ્ય અને ગૌરવવાળાને માણસોની જેમ, પાછળ કંઈપણ બીજી ચિંતા નથી.” પુત્રે પિતાના વચના તથાસ્તુ' કહીને સ્વીકાર્યા એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે સમાધિ લઈને એ લોહખુર મૃત્યુ પામ્યો; અને એનાં પાપકર્મો એને નીચગતિને વિષે લઈ ગયાં કારણ કે કર્મોને પણ શું ચોરનો ભય હોય ખરો ?
પછી પિતાના દેહનો સંસ્કાર કરી તથા મહા વિસ્તારસહિત એનું ઔર્વદેહિક પણ સમાપ્ત કરી, વ્યવસાય રહિત એવો એ પુત્ર-રૌહિણેય ચોર શોકને વિષે રહેવા લાગ્યો; કારણ કે અંધકારનો નાશ થયે ઘુવડને પણ દુઃખ થાય છે.
અનુક્રમે કાળ જતો ગયો તેમ તસ્કર શિરોમણિ રૌહિણેય શોક ત્યજી દઈને પિતાની જેમ નગરને વિષે ચોરી કરવા લાગ્યો કારણ કે શોક ફક્ત પાંચ દિવસનો જ હોય છે. એવામાં નાના પ્રકારના ગામ૧૮૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)